Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

નરેન્દ્રભાઈએ દેશના કિશાનોની મહેનતમાં નવા પ્રાણ પૂર્યા : રામાણી

રાજકોટ : જીલ્લા ભાજપ અગ્રણી અને સૌરાષ્ટ્રના અગ્રણી કિશાન નેતા શ્રિ ચેતન રામાણીએ જણાવેલ કે કેન્દ્ર સરકારે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાની દિશામાં ભાજપ સરકારે ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ભાજપ ચૂંટણીમાં આપેલ વચનો પરિપૂર્ણ કરવા એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયોમાં આજે જે ટેકાના ભાવમાં દોઢ ગણો વધારાની ખેડૂતહિતલક્ષી જાહેરાત કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન.

કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયથી દેશના કિશાનો માટે સોનાનો સૂરજ ઉગશે ત્યારે છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્રની ભાજપ સરકારે પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના સહિત ખેડૂત અને ગામડાને એકમ બનાવી દેશના કિશાનની મહેનત એળે ન જાય તેમજ એની પેદાશના પૂરતા ભાવ મળે તેવા અનેકાનેક નિર્ણયો કર્યો છે ત્યારે દેશના કિશાનોની મહેનતમાં નવા પ્રાણ પૂર્યા છે.

ગત કેન્દ્રીય બજેટમાં ખેડૂતો અને કૃષિક્ષેત્રેના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં સરકારનો અભિગમ હતો કે સરકારી મીનીમમ સપોર્ટ પ્રાઈસ એટલે કે ટેકાના ભાવ ખેડૂતોએ કરેલા ઉત્પાદન ખર્ચથી કમ સે કમ દોઢ ગણા તો હોવા જ જોઈએ. ખેડૂતોને તેમની મહેનતનું પુરતુ વળતર મળે તે માટે કેન્દ્રની મોદી સરકારે આ વર્ષે ખેતીની નવી મોસમની શરૂઆતમાં જ ટેકાના ભાવ જાહેર કરી દીધા છે. જેથી હવે ખેડૂતો પોતાના ભાવી ખેત ઉત્પાદનોના વેચાણ ભાવ બાબતે ચિંતામુકત રહી પોતાની પસંદગીના પાકો વાવી શકશે.

(3:41 pm IST)