Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

અમરેલીની શેત્રુંજી નદીમાં રેતી ચોરી કરનારા ૪ શખ્સો ૩ ટ્રેકટર સાથે ઝડપાયા

અમરેલી તા. ૭ : પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય તે રીતે તમામને કામગીરી કરવા સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી જિલ્લામાં ચાંપાથળ નજીક શેત્રુજી નદીમાં રેતીચોરી કરતાં ૪ શખ્સોને પકડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પોલીસે મનોજભાઇ કાળુભાઇ ડાંગર ઉ.વ.૩૦ ધંધો.ડ્રાઇવીંગ રહે.રોકડીયા પરા અમરેલી, ગુણો બાધાભાઇ રાણાવાડીયા ઉ.વ.૨૫ ધંધો.ડ્રાઇવીંગ રહે.ફતેપુર તા.જી.અમરેલી, રાજુ ઉર્ફે ભગત બાલાભાઇ રાઠોડ ઉ.વ.૨૮ ધંધો.ડ્રાઇવીંગ રહે.અમરેલી સા.કુંડલા બાયપાસ ચોકડી, રાજેશભાઇ ઉર્ફે બાવકુ અશોકભાઇ જાદવ ઉ.વ.૨૫ ધંધો. ડ્રાઇવીંગ રહે.અમરેલી બાયપાસ સા.કુંડલા ચોકડી તા.જી.અમરેલી સહિતની ધોરણસર અટક કરેલ છે. જ્યારે મગનભાઇ વાળા રહે.અમરેલી રોકડીયા પરા વાળા નાશી છુટેલ છે.

રેતી આશરે સાડા આઠ ટન ટન, કિં.રૂ.૪૨૫૦ તથા ટ્રેકટર ટ્રોલી સાથે ના વાહનો ૦૩ વાહનો જેની કુલ કિં.રૂ.૧૦,૨૦,૦૦૦ રેતી સહિત કિં.રૂ.૧૦,૨૪,૨૫૦ (દસ લાખ ચોવીસ હજાર બસો પચાસ પુરા) ના મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ થવા સારૂ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી. કરાવવામાં આવેલ છે.

(1:26 pm IST)