Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

રાજયને વધુને વધુ પ્રગતિશીલ બનાવવા મારા પ્રયત્નો રહેશે

જસદણ-વિછિયામાં કુંવરજીભાઇ બાવળીયાને ફુલડે વધાવ્યા

રાજકોટઃ રાજયના પાણી પુરવઠો,  ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની હાજરીમાં  વિછિયા માર્કેટીંગ યાર્ડ ખાતે વિંછિયા તાલુકાનાં તમામ ગામોનાં સરપંચે આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં અને વિછીયા તાલુકાનાં તમામ સરકારી અધિકારીઓ વચ્ચે સંકલનની એક મીટીંગ યોજાઇ ગઇ.

 ત્યારબાદ જસદણ ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના વિશેષ સન્માન સમારંભનું આયોજન જસદણ ભાજપ પરિવાર તરફથી કરવામાં આવ્યું હતુ. જેમાં જસદણના પુર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઇ બોઘરા, જસદણના રાજવી શ્રી સત્યજીત ખાચર, જસદણ તાલુકા ભાજપનાં પ્રમુખ, વિછિયા તાલુકા ભાજપનાં પ્રમુખ સહિત ૧ હજારથી વધુ આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહેલ અને ૫૦ થી વધુ શહેરોની જુદી-જુદી સામાજીક સંસ્થાઓએ કુંવરજીભાઇનું સન્માન કરેલ શ્રી બાવળીયાએ જણાવેલ કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે મારા પર વિશ્વાસ  મુકી મને જવાબદારી સોંપી ત્યારે ગુજરાત રાજયને વધુ વધુ પ્રગતિશીલ બનાવવાનાં મારા પ્રયત્નો રહેશે. તેમણે મુકેલ વિશ્વાસને સાર્થક બનાવીશ

(12:45 pm IST)