Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

પાલીતાણા વિસ્તારના દારૂના બે આરોપી પાસા તળે જેલમાં

પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના બડેલી ગામની સીમમાં મસ મોટો દારૂનો જથ્થો ઝડપી પાડેલ હતો અને સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલી જે આરોપીઓ જામીન મુકત થતા  (૧) ભાવેશભાઇ ઉર્ફે બાબુભાઇ  જેઠાભાઇ ચાવડા રહેવાસી શિહોર, મોટા ચોક, રાજગોર શેરી, (૨) બીપીનસિંહ ઉર્ફે બ્રીજરાજસિંહ રવુભા ગોહિલ રહેવાસી ગામ બડેલી તા. પાલીતાણા વાળાઓની પાસા દરખાસ્ત મંજુર કરતા (૧) ભાવેશને જીલ્લા જેલ રાજકોટ તથા (૨) બીપીનસિંહને જીલ્લા જેલ વડોદરા ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.

આ કામગીરી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારના  માર્ગદર્શન હેઠળ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. આર.એચ.બાર તથા એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા યોગેન્દ્રસિંહ ગોહીલ તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા નિતીનભાઇ ખટાણા તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ બાવકુદાન ગઢવી તથા પાલીતાણા રૂરલ પોલીસના જયપાલસિંહ તથા પરાક્રમસિંહ જોડાયા હતા.

(11:33 am IST)