Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મોરબી સહિત ગુજરાતના હોટલ, રેસ્ટોરન્ટ, વોટર પાર્ક, રિસોર્ટના માલિકોને પ્રોપર્ટી ટેકસ અને ફિક્સ વીજબિલમાં રાહત

મોરબી : આજે કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં રાજ્યમાં તારીખ ૧ એપ્રિલ ૨૦૨૧ થી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીના એક વર્ષના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સ અને ફિક્સ વીજબિલમાંથી મુક્તિ આપવામાં આવી છે.

કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવા હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. આજે બપોરે હોટલ એસો.એ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને સાંજે ત્વરિત નિર્ણય કરીને તમામને રાહત આપવામાં આવી છે

 ગુજરાત હોટલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી ધંધો ઠપ્પ છે માટે મોટી નુકશાનીનો સામનો કરવો પડયો છે. ત્યારે આર્થિક સહાય કરવા પ્રોપર્ટી ટેક્ષમાંથી મુક્તિ આપવા અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તુરત જ અમારી વાત સાંભળી પ્રોપર્ટી ટેકસ અને ફિક્ડ વીજ બિલમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે

(9:32 pm IST)