Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

માળિયા તાલુકાના બગસરા ગામમાં પાણીના ધાંધિયા: ગામને પુરતું પાણી આપવા માંગણી

માળિયા તાલુકા પંચાયત સદસ્ય રૂખીબેન ભીમાભાઇ પીપળીયાએ પાણી પુરવઠા અધિકારી મોરબીને રજૂઆત કરી: અન્યથા પાંચ દિવસ પછી ઘેરાવની ચીમકી

માળિયા તાલુકાના બગસરા ગામમાં પાણીની તંગી જોવા મળી રહી છે અને પુરતું પાણી મળતું ના હોય જે મામલે માળિયા તાલુકા પંચાયત સદસ્ય રૂખીબેન ભીમાભાઇ પીપળીયાએ પાણી પુરવઠા અધિકારી મોરબીને રજૂઆત કરી છે

જે રજુઆતમાં તાલુકા પંચાયત સદસ્યે જણાવ્યું છે કે બગસરા ગામમાં છેલ્લા ૨૦ દિવસથી નાનાભેલા ગામથી આવતું પાણી માત્ર બીજા દિવસે ૨ કલાક અથવા ૪ કલાક પાણી આવે છે નાના ભેલાથી બગસરા પાઈપ દ્વારા અપાતું પાણી જે સંપમાં આવે છે તેનાથી આખા ગામને પાણી વિતરણ બંધ છે દરિયાકાંઠે આવેલ મીઠા ઉત્પાદનકર્તા પાણીના ટેન્કર રોજ ભરી આપે છે જેથી બગસરા ગામને પાણીની મોટી હાલાકી ભોગવવી પડે છે ગામમાં ૨૦૦૦ ની વસ્તી અને માલઢોર ૭૦૦ જેટલા છે અને બે દિવસ સુધી પાણી મળતું નથી અપૂરતા પ્રમાણમાં પાણી આવે છે પાણી પુરવઠા બોર્ડને ફોન કરવામાં આવે ત્યારે ઉપરથી પાણી આવતું નથી

અથવા લાઈટ નથી એવા ઉડાઉ જવાબ મળે છે જેથી બગસરા ગામને પૂરતા પ્રમાણમાં પાણી નહિ આપવામાં આવેતો ૫ દિવસ બાદ પાણી પુરવઠા કચેરી ખાતે મહિલાઓ ધરણા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે

(8:42 pm IST)