Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ગુજરાત ઘેટા ઉન વિકાસ નિગમમાં સ્ટાફની ભરતી કરવા અને ઉનની ખરીદી શરુ કરવા માંગ : મોરબી કોંગ્રેસ અગ્રણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી

મોરબી : ગુજરાત ઘેટા ઉન વિકાસ નિગમ દ્વારા ઉનની ખરીદી શરુ કરવામાં આવે તેમજ ઘટતા સ્ટાફની ભરતી કરીને માલધારીના હિતમાં નિર્ણય કરવા માંગ કરી છે
 મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ રજૂઆત કરી જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા માલધારીઓ ઘેટા અને બકરા રાખે છે જેની પાસેથી રાજ્ય સરકાર હસ્તક ઘેટા ઉન વિકાસ નિગમ ઉનની ખરીદી કરતુ નથી ઘેટા ઉન વિકાસ નિગમમાં પશુ ડોક્ટર સહીત સક્ષમ સ્ટાફ છે નહિ જેથી માલધારીઓને નિગમમાંથી જરૂરી સુવિધાઓ મળતી નથી ઘેટા બકરાઓમાં થતા અનેક રોગોની રસી અને દવાનો સ્ટાફ ના હોવાથી માલધારી પરિવાર મુશ્કેલીમાં મુકાય છે જેથી રાજ્ય સરકાર માલધારીના હિતમાં તાત્કાલિક ઉન વિકાસ નિગમમાં રાજ્યમાં અનેક જગ્યાએ જે સેન્ટરો છે ત્યાં નવી ભરતી કરી સેન્ટરો ફરી ધમધમતા કરવા માંગ કરી છે
તે ઉપરાંત રાજ્યમાં અનેક દરિયાઈ પોર્ટ પર વિદેશથી ઉન આયાત કરાય છે ઉન રાજસ્થાન સહીત અન્ય રાજ્યમાં પહોંચાડાય છે જેથી વિદેશથી આયાત બંધ કરીને રાજ્યના માલધારી પાસેથી સરકાર દ્વારા ઉનની ખરીદી કરવી જોઈએ ખેડૂતો પાસેથી સરકાર ટેકાના ભાવે જણસો ખરીદે છે તેવી રીતે ટેકાના ભાવે ઉન ખરીદવાનું શરુ કરવા પણ માંગ કરવામાં આવી છે

(8:23 pm IST)