Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મોરબી જીલ્લામાં ૭ કરોડના ખર્ચે ૬૬ નવા ગ્રામ પંચાયતના કામો પૂર્ણ

છેલ્લા ૩ વર્ષ માં રૂ.૧૩૩.૭૮ કરોડના કુલ પાણી પુરવઠા સુધારણા યોજના હેઠળ મંજૂર થયેલ તમામ કામો પ્રગતિ હેઠળ

મોરબી પંચાયતના વિવિધ વિભાગો હેઠળ જિલ્લામાં વિકાસકાર્યો માટે સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. આ ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા કામો પ્રગતિ હેઠળ છે. જેમાં ૧૫માં નાણાપંચની યોજના હેઠળ ગ્રામ્યક્ક્ષાએ વિકાસના કામો માટે મોરબી જિલ્લાને અત્યાર સુધીમાં કુલ રૂ. ૬૦.૭૩ કરોડની રકમ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષા માટે ફાળવવામાં આવેલ છે.
મોરબી જિલ્લામાં ૧૪માં નાણાપંચ યોજના અંતર્ગત રૂ. ૧૩૪.૬૨ કરોડ ના ખર્ચે કુલ ૬૧૮૮ વિકાસ કામો પૂર્ણ કરવામાં આવેલ છે. મોરબી જિલ્લામાં ૬.૯૭ કરોડના ખર્ચે કુલ ૬૬ નવીન ગ્રામ પંચાયત ઘરના કામો પૂર્ણ કરવામાં આવેલ છે. માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હસ્તક આ વર્ષે રૂ. ૫૬.૮૫ કરોડ ના કુલ ૧૧ કામો મંજૂર થયેલ છે. માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તક આ વર્ષે કુલ પાંચ કામો માટે રૂ. ૩૮૫.૩૩ કરોડ મંજૂર થયેલ છે, જે પૈકી ૨ રોડ કુલ ૬૯.૫૦ કિ.મી. લંબાઇના મોરબી –હળવદ રોડ અને મોરબી –જેતપર –અણીયારી રોડ ફોર ટ્રેક મંજૂર થયેલ છે જેનુ કામ ટુંક સમય માં શરુ કરવામાં આવશે
પાણી પુરવઠા વિભાગ મોરબી હસ્તક છેલ્લા ૩ વર્ષ માં રૂ.૧૩૩.૭૮ કરોડના કુલ ૬ કામો જુથ પાણી પુરવઠા સુધારણા યોજના હેઠળ મંજૂર થયેલ છે જે તમામ કામો હાલ પ્રગતિમાં છે. આરોગ્ય વિભાગ હસ્તક મોરબીમાં GMERS મેડીકલ કોલેજ અને કુલ ૩૬૦ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલને રૂ. ૩૨૫ કરોડની મંજૂરી મળેલ છે.

(8:18 pm IST)