Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મચ્છુ ૩ સિંચાઈ યોજનાની કેનાલનું કામ પૂર્ણ કરી સિંચાઈ માટે ચાલુ કરવાની માંગ : સંસ્થા અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી

મોરબી જીલ્લામાં આવેલ મચ્છુ ૩ સિંચાઈ યોજનાની કેનાલનું કામ પૂર્ણ કરી સિંચાઈ માટે ચાલુ કરવાની માંગ સાથે સંસ્થાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં મચ્છુ ૩ સિંચાઈ યોજના આવેલ છે આ યોજના પહેલા દેરાળા – ગુંગણ ગામ પાસે બનાવવા માટે સર્વે કરવામાં આવેલ બાદમાં મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા યોજના સાદુલકા પાસે કરવા નક્કી કરાયું હતું આ મચ્છુ – ૩ યોજનાના ખાતમુર્હતને આજે ત્રીસ વર્ષ જેવો સમય થઇ જવા પામેલ છે

આ યોજનાના હેડવર્કનું કામ ઘણા વર્ષોથી કમ્પ્લીટ છે. ડેમ માં પાણીનો સંગ્રહ પણ થાય છે. પરંતુ હજુ કેનાલનું કામ પૂર્ણ થયેલ નથી અને કમાંડ વિસ્તારના ગામો ને પાણી માટે આશા બાંધે છે પરંતુ પાણી મળતું નથી જેથી કેનાલનું કામ તાત્કાલિક પૂર્ણ કરીને ખેડૂતોને સિંચાઈની સુવિધા મળે તેમજ ગેરરીતિઓની તપાસ કરીને કસુરવાનને યોગ્ય સજા થાય તેવી માંગ કરી છે

(8:14 pm IST)