Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મોરબી : રાત્રી કરફ્યુમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા

વિસીપરા પ્રજાપત કારખાના પાછળ વાડી વિસ્તારમાં આઠ જુગારીઓ 25.500 રૂપિયાના મુદામાલ સાથે ઝડપી લેવાયા

મોરબી પંથકમાં બારેમાસ જુગારની મોસમ જોવા મળે છે અને જુગારીઓ ગમે ત્યાં અડો જમાવતા હોય છે ત્યારે મોરબી બી ડીવીઝન પોલીસે વિસીપરામાં જાહેરમાં જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપ્યા હતા
મોરબીના વિસીપરા પ્રજાપત કારખાના પાછળ વાડી વિસ્તારમાં જુગારની બાતમી મળતા બી ડીવીઝન પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા રાહુલ રાજેશભાઈ અગેચણીયા, ઇમરાન કરીમ પઠાણ, કાનજી ધનજી ઇંદરીયા, રાકેશ લઘુ મોરવાડિયા, દીપક કેશુભાઈ અગેચણીયા, રવિ સામત અગેચણીયા, વિજય રસિક અગેચણીયા અને ભીમજી મકન અગેચણીયા( રહે બધા વિસીપરા મોરબી વાળા) ને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૫,૫૦૦ જપ્ત કરી છે

(8:10 pm IST)