Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

સમસ્ત કચ્છ માટે એક ગૌરવરૂપ ઘટના નાયરોબીના શ્રી ડૉ. રામજી દેવશી ધનજી વેકરીયાને રોટરી ઇન્ટરનેશનલ દ્વારા ‘કેમ્પેઈન ૧૦૦’ મેડલ અર્પણ

નાઇરોબી તા. ૦૭ મૂળ બળદીયા (કચ્છ) તથા હાલ નાઇરોબી નિવાસી આદરણીય શ્રી રામજી દેવશી ધનજી વેકરીયાને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા ‘કેમ્પેઈન ૧૦૦’ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.

રામજીભાઈ લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ સાથે જોડાઈ અનેક સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રોમાં અનેરું યોગદાન આપી રહ્યા છે, જેને નજરમાં રાખીને તેઓશ્રીને આ મેડલ આપવામાં આવેલ છે.

રામજીભાઈના સન્માનની આ ઘટના સમસ્ત કચ્છ પ્રદેશ, શ્રી કચ્છી લેવા પટેલ સમાજ તથા સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગૌરવરુપ ઘટના છે.

લાયન્સ ક્ષેત્રે ભાગ્યેજ વિરલ વ્યક્તિઓને પ્રાપ્ત થતાં આ સન્માન બદલ સમસ્ત SGVP ગુરુકુલ પરિવાર ગૌરવ અનુભવે છે તથા હાર્દિક શુભકામના પાઠવે છે.

રામજીભાઈએ ગુરુકુલ પરમપરાના સંસ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી તથા કચ્છના અનેક મહાન સંતોનો ખૂબ રાજીપો મેળવ્યો છે.

રામજીભાઇને પ્રાપ્ત થયેલ આ સન્માન બદલ તેઓશ્રીને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌(SGVP), અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી, પૂજ્ય બાલકૃષ્ણસ્વામી, પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી તથા તમામ સંતોએ હાર્દિક શુભકામના સાથે શુભાશીર્વાદ પાઠવ્યા હતા.

(3:16 pm IST)