Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

કાલાવાડ પંથકમાં બળાત્કારનો કેસ થવાના ડરથી મહિલાને ગળે ટૂંપો આપી મારી નાખી

કાલાવાડ પંથકમાં બળાત્કારનો કેસ થવાના ડરથી મહિલાને ગળે ટૂંપો આપી મારી નાખી

જામનગર, તા.૭: કાલાવડ ગામ્ય પોલીસ સ્ટેશનમાં ચેલાબેડી ગામે રહેતા રામજીભાઈ ઉર્ફે રામો મોહનભાઈ હીરાભાઈ મંજરીયા, ઉ.વ.૪પ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–પ–ર૧ ના ફરીયાદી રામજીભાઈના ફઈજી સાસુ મધુબેન રમેશભાઈ વાઘેલા, ઉ.વ.આ.પ૦ વાળી સાથે આ કામના આરોપીઓ ભુરા છગન વાજેલીયા, રસીક મકા વાઘેલા, રે.નાની ભલસાણ ગામ વાળાને અનૈતિક શરીર સંબંધ બાંધવાની ઈચ્છા હતી જે બાબતે મરણજનાર મધુબેને ઈન્કાર કરી બંન્ને આરોપીઓને જેમફાવે તેમ ગાળો બોલી બંન્ને આરોપીની નાતમાં  વાત કરી બંન્ને આરોપીને નાત બહાર કરવાની તેમજ પોલીસ કેશ કરવાની ધમકી આપેલ અને રાડા રાડી કરવા લાગેલ જેથી બંન્ને આરોપી ભુરા છગન વાજેલીયા તથા રસીક મકા વાઘેલા ઓને પોતાની ઉપર ઈજજત આબરૂનો કે બળાત્કારનો કેસ કરશે કે નાતમાં જાણ કરશે તો નાત બહાર જવુ પડશે અથવા જેલમાં રહેવું પડશે અને આબરૂ જશે તેવી બીક લાગતા  મધુબેન ઉપર સતત ખીજ ચડતા આવેશમાં આવી જઈ નાની ભલસાણ ગામની કાળીધાર સીમમા કણજારીયુ ડેમની પાળ નીચે અવવારૂ જાડી જાખરા વાળી જગ્યામાં લઇ ગયેલ અને ત્યાં આરોપી  રસીકે મધુબેનના પગ પકડેલ અને આરોપી ભુરાએ મરણજનાર મધુબેનની ચુંદડી માંથી લીરો ફાડી  મધુબેનને ગળા ટુપો આપી ગળુ દબાવીને જાનથી મારી નાખી ખૂન કરી ગુનો કરેલ છે.

પશુ પ્રત્યે ઘાતકીપણું

 જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કિશનગર વિજયગર મેઘનથી, ઉ.વ.ર૪, રે. મારકડીયા વાડી, જામજોધપુર  વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી અયુબભાઈ ઉર્ફે અબ્બાસભાઈ મુસાભાઈ હિંગોરા, રે. ઠેબર ગામ, તા.ભાણવડ વાળાએ બોલેરો વાહનમાં જીવતા ભેંસ  તથા એક નાનુ પાડેળુ જેને ત્રાસ થાય તે રીતે બાંધી ખીચો ખીચ ભરી તેમજ નીરણ ચારણ તથા પાણીની સગવડ રાખ્યા વગર પશુ પત્યે ઘાતકીપણું વર્તન રાખી કુલ પશુ જીવ નંગ–૪ ની કિંમત રૂ.૬પ,૦૦૦/– તથા મહીન્દ્રા પીકઅપ બોલેરો જેની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/– મળી કુલ કિંમત રૂ.૩,૬પ,૦૦૦/– સાથે મળી આવેલ છે.

(1:43 pm IST)