Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

સાસુ સાથે કપડા ધોવા અંગે બોલાચાલી થતા જુનાગઢની પરિણીતાએ ગળાફાંસો ખાધો

વૃધ્ધનો કારખાનાની ઓફિસમાં આપઘાત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૭ : જુનાગઢમાં સાસુ સાથે કપડા ધોવા અંગે બોલાચાલી થતા પુત્રવધુએ ગળાફાંસો ખાઇ લેતા અને એક વૃધ્ધે પોતાના કારખાનાની ઓફિસમાં આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

જુનાગઢના ગાંધીગ્રામ ખાતેની સીટી બસ કોલોની શેરી નં.  રમાં રહેતા મીનાબેન દર્શનભાઇ બારૈયા-કોળી (ઉ.૩૦) નામની મહિલાને ગઇકાલે બપોરના સાસુ-રેખાબેન સાથે કપડા ધોવા બાબતે બોલાચાલી થઇ હતી.

આ અંગે મીનાબેનને ઠપકો મળતા જેનુ તેણીને લાગી આવતા બેડરૂમમાં પંખા સાથે ચુંદડી વડે લટકીને ગળાફાંસો ખાય લીધો હતો.

આ અંગે મૃતકના પતિ દર્શન બિપીનભાઇ બારૈયાએ જાણ કરતા સી ડીવીઝન પોલીસે દોડી જઇ મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી ધોરણસરની કાર્યવહી.

મરનાર મહિલાના લગ્ન ચાર વર્ષ અગાઉ થયા હતા વિશેષ તપાસ પી.એસ.આઇ. જે.જે.ગઢવી ચલાવી રહ્યા.

જુનાગઢના મહેશભાઇ ભગવાનજીભાઇ તન્ના (ઉ.૬૩) નામના વૃધ્ધે રવિવારે સાંજે યાર્ડ પાસે આવેલ તેમના કારખાનાની ઓફિસમાં ઇલેકટ્રીક પંખામાં સુતર દોરી વડે ગળાફાંસો ખાય લીધો હતો.

આ વૃધ્ધને સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જયાં તેનું મૃત્યુ થયું હતું વિશેષ તપાસ એ ડીવીઝનના પી.એસ.આઇ.વી.આર. ચાવડા ચલાવી રહ્યા છે

મોત

જુનાગઢમાં ઓધડનગર પાસે દિવાલ સાથે રીક્ષા અથડાતા રીક્ષા ડ્રાઇવર વિપુલભાઇ મહેશ (ઉ.૩પ) નું મૃત્યુ થતા અરેરાટી પ્રસરી ગઇ હતી.

(1:42 pm IST)