Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

જૂનાગઢ રેડક્રોસ ખાતે ૧૮ થી ૪૪ વર્ષની ઉંમરના યુવાનો માટે વેકસીનેશન શરૃઃ કુલ ૧૦ રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા છે

જૂનાગઢઃ  રેડક્રોસ ખાતે ૧૮ થી ૪૪ વર્ષની ઉંમરના યુવાનો માટે દરરોજ ૨૦૦ વ્યકિતઓને રસી આપવામાં આવશે. કોર્પોરેટર હિતેન્દ્રભાઈ ઉદાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રસી મુકાવવા માટે selfregistration.cowin.gov.in વેબસાઇટ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે. જૂનાગઢ રેડક્રોસ ખાતે રસીકરણ દરમિયાન પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, મેયર ધીરૂભાઈ ગોહિલ, કોર્પોરેટર હિતેન્દ્રભાઈ ઉદાણી તેમજ ખમીર મજમુદાર અને અનિલભાઈ વ્યાસ સહિતના આગેવાનો જોડાયા હતા. કોર્પોરેટર હિતેન્દ્રભાઈ ઉદાણીએ રસીકરણનો લાભ લઈ કોરોના સામેની લડાઈમાં ભાગીદાર બનવા તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે

(1:41 pm IST)