Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

જુનાગઢમાં કોરોના વોરીયર્સ ડોકટરો દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી : પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતિ

 જૂનાગઢ :  જૂનાગઢ મેડીકલ કોલેજના વિશાળ પટાંગણમાં કોરોના વોરીયર્સ ડોકટરો દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલની ઉપસ્થિતીમાં કોલેજ કેમ્પસમાં લીમડા સહિત ૨૭૦ જેટલા ઔષધિય છોડનું વાવેતર કરાયું હતું.મંત્રીશ્રીએ તુલસીના રોપ વિતરણ માટે વૃક્ષ રથનું પણ પ્રસ્થાન કરાવ્યુ હતુ. પર્યાવરણ દિવસની ઉજવણીમાં સહભાગી થવાનો આનંદ વ્યકત કરી કોરોના વોરીયર્સ મેડીકલ સ્ટુડન્ટ વૃન્દા કનેરીયા, દેવાંશી મુંગરા, જહાન્વી મીશ્રા, પાર્ય યોગીનંદી, સુધીર હીરપરા સહિત  અન્ય કોરોના વોરીયર્સે લીમડાનો છોડ વાવી તેની કાળજી લેવાશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી, મેયર, ૂધીરૂભાઇ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા, મુખ્ય વન સંરક્ષક ડો.કે.રમેશ, સ્ટેન્ડીગ ચેરમેન રાકેશ ધુલેશીયા, શાસક પક્ષના નેતા પટોળીયા, બાગ બગીચા કમીટીના ચેરમેન ઇલાબેન બાલસ, નાયબ વન સંરક્ષક ધીરજ મીતલ, મ્યુ.કમિશનર તુષાર સુમેરા, મેડીકલ સુપ્રિટેન્ડ ડો. સુશીલકુમાર, ઇન્ચાર્જ ડીન ડો.ખ્રહાભટૃ, આર.એમ.ઓ ડો. સલંકી સહિતનાએ વૃક્ષારોપણ કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન હારૂનભાઇ વિહળે અને આભારવીધી ઉષ્મા નાણાવટીએ કરી હતી.

(1:38 pm IST)