Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

જામખંભાળીયા નગરપાલિકા, જનરલ હોસ્પિટલ અને વન વિભાગના સંયુકત ઉપક્રમે વૃક્ષારોપણ

દેવભૂમિ દ્વારકા,તા. ૭: ખંભાળીયા નગરપાલિકા, જનરલ હોસ્પિટલ અને વન-વિભાગના સંયુકત ઉપક્રમે જામ ખંભાળીયા સ્થિત જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે  જિલ્લા કલેકટરશ્રી ર્ડો.નરેન્દ્રકુમાર મીનાના હસ્તે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિતે જિલ્લા તબીબી અધિકારીશ્રી ડો. હરીશ મટાણી અને ફોરેસ્ટ ઓફીસરશ્રી એચ.એન.કટારીયા તથા રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રી કે.કે.પીંડારીયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ તકે કલેકટરશ્રી દ્વારા ૨૦૦ જેટલા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમણે વૃક્ષો એ પર્યાવરણનું આવશ્યક અને અગત્યનો ભાગ છે, વૃક્ષોનું જતન કરવું એ આપણા તમામની ફરજ તેમ જણાવી ઉપસ્થિત તમામને વૃક્ષો વાવી તેનું જતન કરવા સૂચન કર્યુ હતું.

આ પ્રસંગે જામ ખંભાળીયા નગરપાલિકા પ્રમુખશ્રી ભાવનાબેન પરમાર, ફોરેસ્ટરશ્રી પી.બી.કરમુર, ફોરેસ્ટ ગાર્ડશ્રી રાજીબેન, રાધુબેન તથા રદ્યુવીરસિંહ તથા જનરલ હોસ્પિટલના કર્મચારીઓ તેમજ નગરપાલિકાનો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(1:35 pm IST)