Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

પડધરીમાં પર્યાવરણ દિનની ઉજવણીઃ તુલસીના રોપાનું વાવેતર

(મનમોહનભાઇ બગડાઇ) પડધરી, તા.૭: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ગુજરાત રાજયની સુચના અને સામાજીક વનીકરણ વિભાગ, રાજકોટના નાયબ વન સંરક્ષકશ્રી રવી પ્રસાદ (IFS)ના માર્ગદર્શન હેઠળ પડધરી ખાતે અલગ-અલગ જગ્યાએ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી પડધરી તાલુકામાં અલગ-અલગ આરોગ્ય કેન્દ્ર, સબ આરોગ્ય કેન્દ્ર કુલ ૧૮ સ્થળે મેડીકલ ઓફીસર ગોરિયાના સહકારથી ૫૨૫ તુલસીના રોપાનું વાવેતર કરવામાં આવેલ.

પડધરી કોર્ટમાં ૨૦૦, પડધરી મામલતદાર ઓફીસમાં ૨૦૦, પડધરી પોલીસ લાઇનમાં ૪૦૦ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ૨૦૦ તુલસીના રોપાનું  રોપણ કરવામાં આવ્યુ હતું.

કાર્યક્રમને સફળ બનાવવા મામલતદારશ્રી ભાવનાબેન વિરોજા, વી.વી.શુકલા પ્રિન્સીપાલ સીવીલ જજ પડધરી કોર્ટ, શ્રી વી.એમ.લગારીયા પીએસઆઇ પડધરી, શ્રી જે.કે.ગોંડલીયા આચાર્ય જવાહર નવોદય વિદ્યાલય તથા પડધરીના તમામ વિભાગના સ્ટાફ અને રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રી યુ.વી.તનવાણી તથા રેન્જના તમામ સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. તેમ યુ.વી.તનવાણી (રેન્જ ફોરેસ્ટ ઓફીસર સામાજિક વનીકરણ રેન્જ, પડધરી)ની યાદીમાં જણાવાયુ છે.

(1:34 pm IST)