Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

પોરબંદર સાંદિપનીમાં પર્યાવરણ દિનની ઉજવણી :

પોરબંદર વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અલગ અલગ સંસ્થાઓ એકઠી થઇ કુદરતી ઓકિસજન મળી રહે તેના માટે ભાગવત આચાર્ય રમેશભાઇ ઓઝાના હસ્તે સાંદિપની આશ્રમ હરી મંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે પર્યાવરણ દિવસની ઉજવણીને શરૂઆત કરી હતી. ધાર્મિક વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે રમેશભાઇ ઓઝા અને શહેરના અગ્રણી નાગરીકોએ વૃક્ષારોપણનો શુભારંભ કર્યો હતો. પૂ. રમેશભાઇએ જણાવ્યું હતું કે પર્યાવરણ દિવસ એક દિવસ પુરતો સીમિત નથી રાખવાનો રોજબરોજ પર્યાવરણ દિવસને મનાવો જોઇએ જેની આપણો દેશ હરિયાળો દેશ બને પર્યાવરણની શુધ્ધિ થાય અને કૃત્રિમ ઓકિસજનની કયારેય જરૂર ન પડે અને કુદરતી ઓકિસજન મળતું રહે તેવો સહયારો પ્રયાસ કરી અપીલ કરી હતી. ડો. ભરતભાઇ ગઢવી ઉદ્યોગપતિ અને લોહાણા અગ્રણી પદુભાઇ રાયચુરા લોહાણા મહાજન મંત્રી રાજેશભાઇ લાખાણી, ડો. નૂતનબેન ગોકાણી સહિત વગેરે જોડાયા હતાં. ડો. નુતનબેન ગોકાણીએ જણાવ્યું હતું કે, ગ્રો ગ્રીન પોરબંદર દ્વારા આવતી તમામ સંસ્થાઓ પોરબંદર હરિયાળું બનાવવા નિઃશુલ્ક ત્રણ હજાર રોપાઓનું વિતરણ કરાયુ હતું. ગ્રો-ગ્રીનનો પ્રારંભ કરાયો તે તસ્વીર. (તસ્વીર - અહેવાલ : સ્મિત પારેખ પોરબંદર)

(1:33 pm IST)