Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

પોરબંદર પાસે ર.ર૭ કરોડની ખનીજ ચોરીઃ માઇન્સ અધિકારીઓને ધમકી આપનારા ર શખ્સો સામે ફરજમાં રૂકાવટનો ગુન્હો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૭: નજીકના બળેજ ગામે ખનીજ ખાતા દ્વારા ગેરકાયદે ખાણ ઉપર દરોડો પાડીને ર.ર૭ કરોડની ખનીજ ચોરી પકડી પાડી હતી, અહિં ખાણ ઉપર દરોડો પાડવા આવેલ માઇન્સ અધિકારીઓને લાકડી વડે માર મારવાની ધમકી આપનારા બળેજના નગા હરદાસ અને લખમણ હરદાસ સામે ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધાયો છે.

બળેજ ગામે ગેરકાયદે ધમધમતી ખનીજ ખાણ ઉપર દરોડો પાડવા ગયેલ માઇન્સ અધિકારીઓને નગા હરદાસ તથા લખમણ હરદાસે પરત ફરવા નહીં લાકડી વડે માર મારવાની ધમકી આપતા આ બન્ને શખ્સો સામે ફરજમાં રૂકાવટનો ગુ઼ન્હો નોંધાયેલ છે.

બળેજમાં ગેરકાયદે ખનીજ ખાણ તથા ર શખ્સોએ ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ માઇન્સ સુપરવાઇઝર વિજયભાઇ ડોડિયાએ માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ પીએસઆઇ એચ. બી. ધાધલિયા ચલાવી રહેલ છે.

(1:32 pm IST)