Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

પોરબંદરમાં કોવીડ વેકસીન માટેના પુરતા સેન્ટરો ખોલવા રાષ્ટ્રવાદી કોંગ્રેસ દ્વારા રજુઆત

પોરબંદર, તા.,૭: જીલ્લા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જીલ્લા અધ્યક્ષ એ.આર.જોષી, શહેર અધ્યક્ષ ચીરાગ પંડયા શહેર યુવા અધ્યક્ષ ધીરેનભાઇ લોઢારી તથા દિપેનભાઇ તથા મૌલીકભાઇ નવીનભાઇ થાનકી બાપોદરાભાઇ વિગેરે આગેવાનો દ્વારા જીલ્લા કલેકટરને લેખીત આવેદન મોકલી રજુઆત કરીને જણાવેલ કે શહોરમાં કોવીડ-૧૯ વેકસીન આપવા માટે અમુક જ સ્થળો નક્કી કરવામાં આવેલ છે જે સ્થળે એ પહોચતા આમ જનતાને સમય લાગે અને વાહનની વ્યવસ્થા પણ કરવી પડે આવી મુશ્કેલી દુર કરવા માટે પોરબંદર નગર કોર્પોરેશન કે નગર પાલીકાના ચુંટાયેલ કાઉન્સીલરો કે નગર સેવકને જો દરેક વોર્ડના નગર સેવક તથા નર્સ અને કમ્પાઉન્ડરને આ કામ સોપવામાં આવે તો દસ દિવસમાં જનતાને વેકસીન અપાય જાય તેવી વ્યવસ્થા કરવા રજુઆતમાં જણાવેલ છે.

(1:29 pm IST)