Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

૨૯૨ વેપારીઓને નોટિસો ફટકારાતા રોષ

કોરોનાકાળમાં તોતીંગ ભાડાં વધારો પાછો ખેંચવાની માંગ સાથે ધોરાજીના વેપારીઓ દ્વારા કમિશનરને આવેદન

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૭: ધોરાજી નગરપાલિકા એ ૨૯૨ જેટલા વેપારી ઓ ને કમરતોડ ભાડા વધારો કરી નોટીસો મારતાં વેપારી ઓ માં રોષ યાપી ગયેલ છે ભાડાં વધારો પરત ખેંચવા મામલે વેપારી અગણી ઓ માજી નગરપતિ હરકીશન માવાણી, દિલીપ હોતવાણી, નીખીલભાઇ વદ્યાસીયા, સુરેશભાઇ લીમ્બડ, બાલાભાઇ સોલંકી, ધીરૂભાઇ ગોહીલ ઓ એ રાજકોટ પ્રાદેશિક કમિશ્નરને લેખિત રજુઆતો કરાઈ છે

ધોરાજી ના વેપારી ઓ એ એ કરેલ રજૂઆત માં જણાવ્યું છે કે ધોરાજી શહેરમાં ૧૯૮૦માં થયેલ કોમી તોફાનોમાં નગરપાલિકા વિસ્તારોમાં નદી બજાર, દાણાપીઠ બજાર અને તાલુકા શાળા નં. ૧ પાસેની વેપારીઓની કેબીનો અને કેબીનની અંદર માલ સામાન સળગી જતા વેપારીઓને પુનઃ સ્થાપના માટે જે તે સમયે સરકાર અને નગરપાલિકા દ્વારા જમીન ફાળવણી કરાતા વેપારીઓએ સ્વખર્ચે બાંધકામ કરાયૂ હતૂ પોસ્ટ ઓફિસ મેઈન રોડ સરકારી હોસ્પિટલમાં પાછળ ના ભાગે અનૂજાતી ના આથીક રીતે નબળા લોકો ને જમીનો ફાળવણી કરાઈ હતી તેમાં સવખચે બાંધકામ કરી ને રોજગારી વેપારીઓમેળવી રહ્યા છે અન્ય ગરીબ વર્ગના લોકોને રાહત દરે મીનીમમ ભાડાથી જમીન દુકાનો આપવામાં આવેલ અને જનતા બાગમાં નગરપાલિકાએ જમીનો સુખડી વસુલ લઇ ભાડા પટ્ટે આપેલ હતી .

વધૂ મા વેપારી ઓ એ જણાવ્યું હતું કે ધોરાજી નગરપાલિકાના ના તંત્ર વાહકો દ્વારા નોટીસો આપી ને મોટી રકમ વસૂલાત કરવા માટે નોટીસો અપાઈ છે હકીકતે સરકાર દ્વારા અમોને ટોકન ભાડે ફૂટપાથ ઉપર જમીન અપાઈ હતી આ જમીન ઉપર સ્વખચે જાત મહેનત કરી ને દૂકાનો નૂ બાંધકામ કરી ને રોજગારી આથીક રીતે નબળા વેપારી મેળવી રહ્યા છે નગરપાલિકા ને અવાર નવાર ભાડૂ ભરવા તથા ભાડા કરાર રીન્યુ કરવાં ધક્કા ખાવા છતાં તંત્ર વાહકો દ્વારા કોઈ કાયવાહી કરાઈ ન હતી હાલ માં કોરોના મહામારી ના સમયે નગરપાલિકાની તંત્ર વાહકો દ્વારા કમ્મરતોડ તોતીગ ભાડાં વધારો કરી ને નોટીસો અપાયેલ છે નગરપાલિકાની તંત્ર વાહકો દ્વારા વેપારી ઓ ને સાંભળ્યા વગર એકતરફી અન્યાયી કાયવાહી સામે વેપારી ઓ એ કમ્મરતોડ તોતીંગ ભાડાં વધારો ધટાડો કરવા ની રજૂઆત કરાઈ છે

ધોરાજીના વેપારી અગ્રણીઓ માજી નગરપતિ હરકીશન માવાણી, દિલીપભાઈ હોતવાણી, નીખીલભાઇ વદ્યાસીયા, સુરેશભાઇ લીમ્બડ, બાલાભાઇ સોલંકી, ધીરૂભાઇ ગોહીલ પ્રતિનિધિ મંડળે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા ને રજૂઆત કરાઈ છે.

(1:28 pm IST)