Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મોરબી નજીક નેશનલ હાઇવે પર બેકાબૂ બની દોડતા ડમ્પર મામલે રજુઆત

મોરબી,તા.૭ :  મોરબી નજીક નેશનલ હાઇવે પર રો મટીરીયલ્સ અને કોલસા ભરેલા ડમ્પર બેફામ દોડતા હોય જેથી અકસ્માતો વધી રહ્યા છે જે મામલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને વિશ્વ હિંદુ પરિષદના અગ્રણીઓએ રજૂઆત કરી છે

 વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેર દ્વારા કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી નજીક નેશનલ હાઇવે ૨૭ કે જે ચોટીલાથી કચ્છ તરફ જાય છે આ હાઈવે પર રો મટીરીયલ, માટી, કોલસા ભરેલા ડમ્પર ચાલકો બેફામ ગતિએ ચલાવતા હોય જેથી અવારનવાર અકસ્માત સર્જાય છે ડમ્પર ચાલકો માલને તાલપત્રી દ્વારા ઢાંકતા ન હોવાથી તેમાં ભરેલો માલ પાછળ આવતા વાહનો તથા બાઇકચાલકો ઉપર ઉડતો હોય છે જેથી કરીને આ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે આ અકસ્માત નિવારવા માટે નક્કર પગલા લેવા જરૂરી છે જેથી કરીને ડમ્પર ચાલકો દ્વારા થતા માનવ વધ બંધ થાય.

 આ ડમ્પર ચાલકો ઉપર થોડી મર્યાદાઓ નાખી અંકુશમાં લેવામાં આવે તથા પોલીસ પ્રશાસન અને આરટીઓ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે અને સંયુકત રીતે કામ કરી આ ડમ્પર ચાલકો ઉપર નિયંત્રણ લાદવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

(1:28 pm IST)