Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

મોરબી ડુપ્લીકેટ રેમડીસીવર ઇન્જેકશન કાંડમાં ત્રણ આરોપીના રિમાન્ડ મંજૂર

મોરબી,તા. ૭:  ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનના કૌભાંડમાં મોરબી પોલીસે મોરબી ઉપરાંત અમદાવાદ, સુરત, મુંબઈ, વાપી અને એમપીથી અગાઉ અનેક આરોપીને ઝડપી લીધા હતા જેમાં વધુ ત્રણ ઇસમોને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા તા. ૦૯ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.

રાજય વ્યાપી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનનું કૌભાંડ મોરબી જિલ્લા એલસીબીની ટીમે પકડાયું હતું જેની તપાસ દરમ્યાન આ કૌભાંડ આંતર રાજય કૌભાંડ હોવાની માહિતી સામે આવી હતી અને બીજા રાજયમાથી આરોપીઓને પકડવામાં આવ્યા હતા રાજયના અનેક શહેરો તેમજ એમપી સુધી તપાસ લંબાવીને નકલી ઇન્જેકશન કાંડમાં અનેક આરોપીને ઝડપી લઈને કોભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસ સતત મથામણ કરી રહી હોય જેમાં વધુ ત્રણ આરોપીને ઝડપી લેવાયા છે જેમાં આરોપી જય પ્રહલાદભાઈ શાહ (૨૬) રહે, ભાવસાર શેરી અમદાવાદ, મહમદસુભાન મહમદસયદ પટણી રહે, અબ્બાસી ડૂપ્લેકસ, સાહિલ રેસિ. નજીક, અંબર ટાવર, સરખેજ રોડ, અમદાવાદ અને અભિજીત ઉર્ફે ચીકુ રાજેન્દ્ર્પ્રસાદ શર્મા (૨૬) રહે, આલમબાગ કોલોની મિડટી રોડ દેવાસ એમપી એમ ત્રણ આરોપીની ધરપકડ કરી ત્રણેય ઇસમોને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હોય કોર્ટે ત્રણેય ઇસમોને તા. ૦૯ સુધી પોલીસ રિમાન્ડ પર સોપ્યા છે.

પતિની નજર સામે પત્નીનું મોત

મોરબીના આંદરણા ગામે રહીને મજુરી કરતા જીતેન્દ્રભાઈ ચંદુભાઈ જાદવ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાની પત્ની સાથે બાઈકમાં નીચી માંડલ ગામ નજીકથી જતા હોય ત્યારે ટ્રક જીજે ૧૨ વાય ૮૦૨૫ ના ચાલકે ફરિયાદી જીતેન્દ્રભાઈના બાઈક જીજે ૩૬ કયું ૬૮૦૬ સાથે અકસ્માત સજર્યો હતો જે અકસ્માતમાં મોટરસાયકલમાં સવાર જીતેન્દ્રભાઈ અને તેના પત્ની હેતલબેન રોડ પર પડી જતા હેતલબેનને ગંભીર ઈજા થતા મોત થયું હતું તો જીતેન્દ્રભાઈને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત બાદ ટ્રક બનાવ સ્થળે મૂકી ટ્રકચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ટ્રકચાલક વિરુદ્ઘ અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો

મોરબી તાલુકા પંથકમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને ગત તા ૩૦-૦૫ ના રોજ આરોપી રાહુલ ધીરુભાઈ લખતરીયા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી લઇ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી હતી જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે અપહરણનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી હોય જેમાં આરોપી રાહુલ લખતરીયાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી દારૂ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રંગપર ગામની સીમમાં બાવળની કાંટમાં દેશી દારૂ હોવાની બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો જેમાં સ્થળ પરથી દેશી દારૂ લીટર ૩૫૦ કીમત રૂ ૭૦૦૦ નો દેશી દારૂ મળી આવતા પોલીસે મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી સિકંદર અબ્દુલ મંડલી, રણજીતસિંહ જીલુભા હાડા અને મહમદ અશરફ યુનુસ કોલ્હાપુરી રહે ત્રણેય હાલ પાવડીયાળી કેનાલ પાસે ઝુપડામાં વાળા ઇસમો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:27 pm IST)