Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

પોરબંદર નગરપાલિકાના કાયમી અને રોજમદારોના ૩ માસના ચડત પગાર ચુકવાતા નથી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ :.. નગરપાલિકાના કાયમી રોજમદારો તથા કોન્ટ્રાકટ કામના કર્મચારીઓને ૩ માસના ચડત પગાર નહીં ચુકવાતા કોરોના સંકટ સમયમાં કર્મચારીઓ હેરાન પરેશાન થઇ ગયેલ છે.

નગરપાલિકામાં ૩ માસથી ચડત પગારો કાયમી, રોજમદારો તેમજ કોન્ટ્રાકટ કર્મચારીઓને નહીં ચુકવાતા કોરોના સંકટમાં કર્મચારીઓ વધારે આર્થિક ભીંસમાં મુકાય ગયેલ છે. પાલિકામાં ચડત પગાર પ્રશ્ને કર્મચારીઓએ રજૂઆત કરતા હજુ પગાર માટેની ગ્રાન્ટ આવી નથી તેવા જવાબ મળેલ હતાં. બીજી બાજુ કોન્ટ્રાકટ બેઝના પ કર્મચારીઓએ રાજીનામા ધરી દીધાનું તેમજ પાલિકાના કોન્ટ્રાકટ બેઝના પ૦ જેટલાં  કર્મચારીઓને એક રાજકીય વ્યકિતને ત્યાં ચાલતા રીનોવેશન કામ માટે મોકલી દીધાની પણ ચર્ચા થઇ રહી છે.

(1:27 pm IST)