Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

૧૦૦ વૃક્ષોનું રોપણ કરી જતન કરવાની પ્રતિજ્ઞા લેતા જામનગરના યુવાનો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ વિશ્વ પર્યાવરણ દિવસના ઉપક્રમે ૧૯૯૩ ડીસીસી સ્કૂલ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગ્રુપ તથા મીનાક્ષી સ્કૂલ, જામનગર સ્ટાફ મિત્રોના સંયુકત ઉપક્રમે ગંગાવાવ સ્થિત શ્રીજી સ્કૂલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ ફિલ્મ સર્જક અને પર્યાવરણ પ્રેમી સચિન માંકડ તથા મીનાક્ષી સ્કૂલના સંચાલક લલીતભાઈ દ્વારા કરવામાં આવેલ. જેમાં ડીસીસી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડીવાયએસપી સમીર સારડા, દર્શન ઠક્કર, ડો. નિલેશ ગઢવી, ડો. મૌલિક શાહ, ડો. ભરત કટારમલ, ડો. ધવલ મહેતા, દીપેશ ભરાડ, ચેતન બકરાણીયા, આશિષ બકરાણીયા, અનિલ તેલરામણી, રાહુલ, સૂર્યકાંત, ગૌતમ, જયેશ, કાર્તિક,ક ધીમંત, હિમાંશુ, મિતેશ તથા મીનાક્ષી સ્કૂલના શિક્ષકો અને સ્ટાફ ઉત્સાહથી ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા શ્રીજી સ્કૂલના અશ્વિનભાઈ, ચિરાગભાઈ તથા ફોરેસ્ટ વિભાગનો સહયોગ મળેલ અને આ વૃક્ષોની કાયમી સારસંભાળ લેવા માટેનો ઉત્સાહ દર્શાવ્યો હતો

(1:23 pm IST)