Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

નવાનગર નેચર કલબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

જામનગર તા.૭ :  પર્યાવરણને બચાવવા માટે અનોખી પહેલ કરવામાં જામનગરની નવાનગર નેચર કલબ અગ્રણી છે.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્ત્।ે આ સંસ્થા પર્યાવરણ જાગૃતિ અંતર્ગત વૃક્ષારોપણ તેમજ ગ્રીન વોક અને સાઇકલ રેલીનું આયોજન કરે છે.પરંતુ વર્તમાનમાં કોરોના મહામારીના કારણે લોકો દ્યરમાં રહે સુરક્ષીત રહે તે ધ્યાને લઇ માત્ર વૃક્ષારોપણ કરી સંપૂર્ણ સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

સમગ્ર વિશ્વ પ્રદૂષણની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યું છે. તાજેતરમાં કોરોના મહામારીમાં ઓકિસજનના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યાંના દાખલાઓ સામે આવ્યા છે.જેન કારણે લોકોને હવે વૃક્ષોનું મહત્વ સમજાવવા લાગ્યું છે. કપાતા જંગલો અને માનવનિર્મિત પ્રદૂષણને કારણે આજે સમગ્ર વિશ્વ એક ગંભીર કટોકટીતરફ જઈ રહ્યું છે.

હાલ કોરોના મહામારીની વર્તમાનમાં પરિસ્થિતિ ને ધ્યાને લઈ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જામનગરની નવાનગર નેચર કલબ દ્વારા ઠેબા ચોકડી નજીક નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે લોકોમાં જાગૃતિ લાવવા માટે અને દેશને પ્લાસ્ટિક કચરાથી મુકત કરવા માટે ઇક્કો બ્રિક સિસ્ટમ અપનાવવા માટે શ્રી શરદભાઈ શેઠ દ્વારા ઇક્કો બ્રિક વિશે માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત દિવસે દિવસે દ્યટતું જતું જળ સ્તર માટે જળ સંગ્રહ અને સંચય પદ્ઘતિ અપનાવવા માટે લોકો આહવાન કરવામાં આવ્યું હતું.વર્ષાદી પાણીના સંગ્રહ માટે કુવા અને બોર રિચાર્જ પદ્ઘતિથી થતા ફાયદા વિશે સંસ્થાના પ્રમુખશ્રી વિજયસિંહ જાડેજાએ માહિતી આપી હતી.

પર્યાવરણ જાગૃતિ અંતર્ગત યોજેલ આ કાર્યક્રમમાં રાજયમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા,મેયર બીનાબેન કોઠારી, ચેરમેન શ્રી મનીષ કટારીયા, શહેર અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા, મહામંત્રી શ્રી વિજયસિંહ જેઠવા, કોર્પોરેટર શ્રીમતી હર્ષાબા પી.જાડેજા તથા સંસ્થાના ટ્રસ્ટી વિજયસિંહ જાડેજા,દિનેશભાઇ રબારી,વનરાજસિંહ ચૌહાણ,ધર્મેશ અજા, મયુરસિંહ સોઢા,મિતેષ બુદ્ઘભટ્ટી, પ્રવિણસિંહ જાડેજા તેમજ સ્વામિનારાયણ ગુરુકુળના સંતો ઉપસ્થિત રહ્યા હતા.

(1:21 pm IST)