Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ધોળી ધજા ડેમ પાસે કેનાલમાં બે કિશોર ડૂબી ગયા

સુરેન્દ્રનગરના વાદીપરા વિસ્તારના બંને બાળકો : જન્મદિવસે માતા-પિતાએ નવી સાયકલ ખરીદી આપી હતી તે લઇને નર્મદા કેનાલે ગયા હતા અને પાણી પીવા ઉતર્યા ત્યાં પગ લપસતા પાણીમાં ગરકાવ થયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૭ : સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલમાં ડૂબીને મરવાના બનાવવાની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે છેલ્લા એક સપ્તાહમાં સુરેન્દ્રનગર દુધરેજ કેનાલમાં ડૂબી જવાથી ચાર લોકોના મોત નીપજયા. ઉલ્લેખનીય છે કે ત્રણ લોકોના ડેડબોડી પણ હજુ સુધી નર્મદાની કેનાલમાંથી મળી ચૂકયા નથી તેવા સમય માં સુરેન્દ્રનગરમાં આવેલ ધોળીધજા ડેમમાંથી અલગ-અલગ ગામોને પાણી નર્મદાની કેનાલ મારફતે પહોંચાડવામાં આવી રહ્યું છે.

ત્યારે મોરબી, કચ્છ, રાજકોટ, બોટાદ બ્રાંચ કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ ઉનાળાનો તડકો પડી રહ્યો છે તેવી સંજોગોમાં અનેક ગામોમાં પીવાના પાણી નો પ્રશ્ન ન સર્જાય તે હેતુથી ડેમમાંથી કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે છેલ્લા એક સપ્તાહમાં ૩ લોકો કેનાલમાં ડૂબી જતાં મોતને ભેટ્યા છે તેવા અરસામાં વધુ બે બાળકો નર્મદાની કેનાલમાં ડૂબી અને ગરકાવ થઈ ગયા છે.

પ્રાથમિક તપાસમાં મળતી માહિતી અનુસાર ખમીસાણા ઘોળીઘજા ડેમ પાસે આવેલી મોરબી બ્રાંચ કેનાલ માં બે નાના છોકરા ૧૨ વર્ષ ના તરસ લાગી હશે અને પાણી પીવાગયા હશે અને લપસી ગયા તેમની નવી સાયકલ પણ કેનાલ પડી છે ચંપલ પણ ત્યાં છે એમાથી એક બાળક નો ગઈકાલે જન્મ દિવસ હતો તેના માતા પીતાએ નવી સાયકલ પણ અપાવી હતી ત્યારે આ સાઇકલ લઈ અને બંને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વસવાટ કરતા બાળકો ધોળી ધજા ડેમ ખાતેથી પસાર થઈ રહેલી નર્મદાની કેનાલ એ ગયા હતા અને ત્યાં તેમને તરસ લાગતા પાણી પીવા માટે કેનાલમાં ઉતર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

ત્યારે આ બાબતની જાણકારી સુરેન્દ્રનગર ફાયરબ્રિગેડની ટીમને તાત્કાલિક ફાયર બ્રિગેડના તરવૈયાઓ ઘટનાસ્થળે દોડી ગયા છે અને બંને બાળકોની શોધખોળ નર્મદાની કેનાલમાં હાથ ધરવામાં આવી છે.

કેનાલમાં ડુબી જવાના બનાવ જયારે બને છે ત્યારે પછી ડેડબોડી સાઇફન માં જયારે જાય છે ત્યારે તેમા ફસાઇ જાય છે અને બહુ લાંબી સાયફન હોય છે તેમાં પછી બોડી મળવી મુશ્કેલ છે સાયફનમાં કોઇ નો જાઇ શકે અને ખાલી કરવી પડે અને ઘણા દિવસો થઇ જાય છે પછી અમે ફાયર બ્રિગેડ સતત પ્રયાસ કરે છે પણ સાયફનમાં સફળતા નથી મળતી ઘણા એવા પરીવારના સ્વજનોની ડેડબોડી સાયફનમાં ગયા પછી અને જો લાંબી હોય તો નથી મળતી જો નર્મદા વીભાગ દ્વારા જયાં જયાં સાયફન આવે ત્યાં જો મોટી જાળી નાખીદે તો ડેડબોડી સાયફન માં જાયજ નહીં અને ત્યાં અટકી જાય આવુ દરેક સાયફનમાં જે બાજુ વહેણ હોય પાણીનુ જતુ હોય ત્યાં ઝાળી લોંખડની નાખવી જરૂરી છે જેથી જે જે પરીવારનુ કોઇ ડુબી ગયુ હોય કેનાલ માં તો ડેડબોડી તેમને મળે બાકી અનેક બોડી સાયફન માં જાય પછી બહાર નીકળતીજ નથી આ બાળકો ડુબી ગયા છે ત્યાં આગળ કેનાલમાં રેલ્વેની સાયફન ઘણી લાંબી છે. નગરપાલિકાની ફાયરની ટીમના છત્રપાલ સિંહ ઝાલા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે અને આ બંને બાળકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર વાદીપરા વિસ્તારમાં વસવાટ કરતા આ બે બાળકોના ના નામ જયદીપભાઇ ઘનાભાઇ રહે સીંઘવનગર બીજા બાળકનુ નામ ગોંવીદભાઇ મુકેશભાઇ રહે વાદીપરા સુરેન્દ્રનગર શહેર બંનેની ઉમર આશરે બાર વરસની છે.

પહેલી બાર કલાકની ફાયર બ્રિગેડની ટીમે આ બંને બાળકોને શોધી રહી છે છતાં કોઈપણ જાતની ભાળ ન મળતાં સુરેન્દ્રનગર જિલ્લાના ભરવાડ સમાજના યુવકો દ્વારા સ્વૈચ્છિક રીતે નર્મદાની કેનાલમાં દોરડા બાંધી અને આ બંને બાળકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

(12:10 pm IST)