Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ગોંડલ તાલુકાના બંધીયા અને ચોરડી ગામના બે વ્યકિત સામે થયેલ લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ અરજીમાં અદાલતે ફરિયાદ અરજી ફેસલ કરતો હુકમ કર્યો

જો ભવિષ્યમાં ગુનો દાખલ કરવામાં આવે અને ધરપકડ કરવાની થાય તો સાત દિવસ પહેલા લેખિત નોટીસ આપી જાણ કરવાની રહેશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૭: ગોંડલ તાલુકાના બંધીયા ગામના ઓમદેવસિંહ ઈન્દ્રજીતસિંહ વાઘેલા અને ચોરડી ગામના રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ ઝાલા વિરુદ્ઘ જયાબેન જસમતભાઈ ભૂતે જમીન પચાવી પાડવા અંગે લેન્ડ ગ્રેબિંગની અરજી આપી હતી, જે અંગેનો કેસ એડિશનલ સેશન જજ અને સ્પેશિયલ જજ રાજકોટ કે ડી દવેની સમક્ષ ચાલી જતાં અદાલત દ્વારા ઉપરોકત બંને વ્યકિતઓએ સીઆરપીસી કલમ ૪૩૮ અન્વયે આગોતરા જામીન ઉપર મુકત થવા માટે રજુ કરેલ હાલની અરજી નામંજૂર કરી હતી.

સાથોસાથ ફરિયાદીઅરજદાર જયાબેન જસમતભાઈ ભૂતની ફરિયાદ અરજી અન્વયે ભવિષ્યમાં ગુનો દાખલ કરવામાં આવે અને તે ગુના સબબ અરજદાર રામદેવસિંહ ઈન્દ્રજીતસિંહ વાદ્યેલા તેમજ રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ ઝાલાની ધરપકડ કરવાની થાય તો તપાસનીશ અધિકારીએ તેઓની ધરપકડ કરતાં પહેલા દિવસ-સાતની લેખિત નોટીસ આપી જાણ કરવી તેવી સૂચના સાથે આ અરજી ફેસલ કરી હતી.

(12:09 pm IST)