Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ગોંડલમાં મુથુટ ફિનકોપ કંપનીમાં નવ શખ્સોએ સાઠગાંઠ રચી બનાવટી સોનુ ગીરવે મૂકી રૂપિયા ૨૨,૬૦,૩૬૨ ની લોન મેળવી છેતરપિંડી કરી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૭: ગોંડલ શહેર ખાતે આવેલ મુથુટ ફિનકોપ કંપની ની બ્રાન્ચ ઓફિસમાં નવ જેટલા શખ્સો એ બનાવટી સોનુ મૂકી ૧૩ ગોલ્ડ લોન મેળવી કંપની સાથે રૂ.૨૨,૬૦,૩૬૩ રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી માણેકપરા ભગવતી ચોકમાં રહેતા મેસર્સ મુથુટ ફિનકોપ કંપનીમાં એરીયા મેનેજર તરીકે નોકરી કરતા અમિતભાઈ પ્રવીણભાઈ જોષી એ ગોંડલ સિટી પોલીસ મથકમાં ગોંડલનાં પ્રશાંત હરેશભાઈ વાજા રહે કુમકુમ રેસીડેન્સી, મોઈન ઇબ્રાહીમભાઇ ગામોટ રહે ફૂલવાડી શેરી ચોરડી દરવાજા પાસે, ઇમરાન ફારૂકભાઇ સમા રહે ચોરડી દરવાજા પાસે, મેરુંન દિનેશભાઈ ફાગલી રહે કુંભારવાડા, ફિરોજ છોટુભાઈ સિપાહી રહે આવાસ કવોટર, કરણ રમેશભાઈ તન્ના રહે ખોડીયાર નગર, દેવેન સુરેશભાઈ રાજગુરુ મોટી બજાર દરબાર ચોક, આશિષ જીતેન્દ્રભાઈ ખખર રહે પંચમુખી હનુમાન મંદિર સામે, તેમજ ધર્મેશ મનસુખભાઈ મકવાણા રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ વાળાઓ એ ખોટા સોનાના દાગીનાઓ મૂકી કંપની પાસેથી રૂપિયા ૨૨,૬૦,૩૬૨ ની લોન મેળવી છેતરપિંડી કરી હોય પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬ ૪૨૦ ૧૨૦બી મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ છેતરપિંડીના કેસમાં ઇમરાન ફારૂક સમા તેમજ દેવેનભાઇ સુરેશભાઈ રાજયગુરુ દ્વારા મુથૂટ ફાઇનાન્સ ની ઓફિસે આવી નોટરી ની સામે સોગંદનામુ કરી ખોટું બનાવટી સોનુ ગીરવે મૂકીને સોના ઉપર લોન લીધી હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું અને લોનની રકમ ભરપાઈ કરવાની બાંહેધરી આપી હતી.

(12:09 pm IST)