Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ભાવનગરના તળાજા નજીક ટ્રક ચાલકે કારને કચડી બુકડો બોલાવી દીધો : કાર ચાલક શિક્ષકનું મૃત્યુ

ટ્રક ચાલકે વેગનઆર કારને હડફેટે લઇ કારની ઉપર ટ્રક ચડાવી દીધો હતોઃ શિક્ષક રણછોડભાઇ પંડ્યાનું ઘટના સ્થળે જ મૃત્યુ

(વિપુલ હિરાણી) ભાવનગર તા.૭ : તળાજા ભાવનગર નેશનલ હાઈ વે એકજ સમયે અલગ અલગ બે અકસ્માતને લઈ રકત રંજીત બનેલ.જેમાં શેત્રુંજી નદી નો પુલ વટતા ટ્રક ચાલકે વેગન આર કાર ને હડફેટે લઈ કાર ની ઉપર જ ટ્રક ચડાવી દેતા કારનો બુકડો બોલીગયો હતો.કારચાલક શિક્ષકનું મૃત્યુ થયું હતું. બીજો અકસ્માત બપાડા ના પાટીયા પાસે થયો હતો. આર્ટિકા કાર અને બાઈક વચ્ચે.જેમાં બાઈક ચાલક ને ઇજા થઇ હતી.

શેત્રુંજી પુલ વટી વેળાવદર ગામ પહેલા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ની મળતી વિગતો માં નોંધણવદર ટ્રાન્સપોર્ટ નો માલ ભરેલ ટ્રક નં.જીજે ૧૮ એકસ-૮૨૬૪ ના ચાલકે વેગનઆર કાર નં.જીજે ૦૪-ડી એન- ૨૮૫૯ ને હડફેટે લઈ આર.સીસી રોડ થી નીચે ઉતારી કાર ઉપર ટ્રક ચડાવી દીધો હતો.અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.કાર ચાલક રણછોડભાઈ કાશીરામભાઈ પંડ્યા ઉ.વ ૫૩, તળાજાના પીપરલા ગામના મૂળ રહેવાસી છે.ભાવનગર નજીકના ચિત્રા ખાતે આવેલ સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

તેઓ પરિવાર જનોને તળાજા એસ.ટી સ્ટેન્ડ ખાતે મૂકી પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. કાર ઉપર ટ્રક ચડી જવાના કારણે કાર નો બુકડો બોલી ગયો હતો. શિક્ષક તેમાં ફસાઈ ગયા હતા.જેને લઈ સ્થળ ઉપર વાહનો ની કતાર અને લોકોના ટોળા વળી ગયા હતા.બનાવ ને લઈ તળાજા પોલીસ જવાનોએ તાત્કાલિક જે.સી.બી અને ક્રેઇન બોલાવીને દોઢેક કલાકની મહેનત બાદ મૃતક ને કાર માંથી બહાર કાઢી શકાયા હતા.તળાજા પોલિસ જવાનો,વેળાવદર ગામના જગદીશભાઈ પાલીવાલ, વિજય ધાંધલીયા,સહિત અનેક સેવાભાવી ઓની સેવા પ્રસંશનીય રહી હતી.

મૃતક શિક્ષક રણછોડભાઈ પંડ્યા ના ભાઈ કાંતિભાઈ કે પંડ્યા ડી.એસ.પી કચેરીમાં વાહન ચાલક તરીકે.ફરજ બજાવે છે.બે સંતાનોછે.જેમાં એક દીકરો ધંધુકા વીજ કચેરીમાં ફરજ બજાવે છે.બનાવને લઈ મૃતકના પિતરાઈ હરજીભાઈ જાગેશ્વરભાઈ પંડ્યા રે.પીપરલા એ ટ્રક ચાલક વિરૂદ્ઘ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદી ના પુત્ર અને પુત્રવધુ ને તળાજા મૂકી પરત ફરતા જીવલેણ અકસ્માત સર્જાયેલ.બનાવ અનુસંધાને ધારાસભ્ય કનુભાઈ બારૈયા દોડી આવ્યા હતા.બીજો અકસ્માત બપાડા ના પાટીયા નજીકઆર્ટિકા કાર નં.જેજે ૧૬સીએન -૧૦૫૭ અને બાઈક વચ્ચે બન્યો હતો.જેમાં આર્ટિકા કાર પલ્ટી મારી ગઈ હતી.બાઈક ચાલક મકવાણા વિશાલ પુનાભાઈ ઉ.વ ૧૮ ,રે ગરીપરા ને ઇજા થતાં તળાજા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

CNG અને પેટ્રોલ ટેન્ક તૂટી જતા દોડધામ મચી ગઈ

કારને ક્રેઇન અને જેસીબીની મદદથી ટ્રક નીચેથી કાઢી લેવાઈ.પરંતુ બુકડો બની ગયેલ કારમાંથી ચાલક ને બહાર કાઢવા માટે જેસીબી અને ક્રેઇન ની મદદ લેવી પડી હતી.જેમાં એક સમયે કારની સી.એન.જી પાઇપ તૂટી જતા ટોળાને દૂર કરવામાં આવ્યા હતા.ત્યાં પેટ્રોલ ટેન્ક પણ તૂટી જતા નાસભાગ મચી હતી.

(12:08 pm IST)