Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ઓકિસજન જાગૃતિ અભિયાન, વિવિધ ક્ષેત્રનાં જાણીતા ચહેરાઓ દ્વારા રજાના દિવસે ૧૦૦ વૃક્ષ વાવવા સંકલ્પ

ઓકિસજન સપ્લાય માટે કોઠા સૂઝ દાખવી લોકોના જીવ ઉગરનાર દ્વારકા જગત મંદિરના સુરક્ષા સુકાની ડીવાયએસપી સમીર સારડા અને મિત્રો દ્વારા અનોખી પહેલ

રાજકોટ તા.૭,  દ્વારકા,ખંભાળિયા કે જામનગરથી લઇ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમા ડીવાયએસપી લેવલના દ્વારકા જગત મંદિરની સુરક્ષા વ્યવસ્થાનું સુકાન સંભાળતા સમીર સારડા સારા પોલીસ ઓફિસર સાથે એક સમાજ સેવક તરીકે લોકોમાં એટલાજ જાણીતા છે.

તાજેતરમાં કોરોના મહામારી સમયે ઓકિસજન સપ્લાય કરવા માટે તેવો દ્વારા કોઠા સૂઝ દ્વારા અદભૂત નિર્ણય દ્વારા લોકોના જીવ બચાવ્યા તેવા આ અધિકારી અને તેમના સુખ દુઃખના સાથી જેવા વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા ઓકિસજન જાગૃતિ માટે લોકોમાં વૃક્ષ વાવવાની પ્રેરણા વધે તે માટે રજાના દિવસોમાં તેમના તમામ મિત્રો દ્વારા ૧૦૦ વૃક્ષ વાવવાની પ્રતિજ્ઞા થયેલ.

 

(12:06 pm IST)