Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ઓછી જગ્યામાં ઘનઘોર જંગલ નિર્માણ કરવા જાપાની પદ્ધતિ મુજબ ગોંડલમાં અનોખો પ્રયોગ

પ્રકૃતિના ખરા અર્થમાં ઉપાસક એવા સાંસદ રમેશભાઈ ધડુક અને ડીવાયએસપી પ્રતિપાલસિહ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં અનેરો કાર્યક્રમ સંપન્ન

  રાજકોટ તા.૭,   વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ગોંડલને હરિયાળું બનાવવાના ભાગરૂપે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિ અનુસાર વૃક્ષા રોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સોરઠ અગ્રો ગાયત્રી પેટ્રોલ પંપ પાછળ નેશનલ હાઇવે જામવાડી ખાતે યોજાયેલ કાર્યક્રમની વિશેષતા એ હતી કે કાર્યક્રમ અંતર્ગત જેઓ ખરા અર્થમાં પ્રકૃતિ ઉપાસક તરીકે જાણીતા છે તેવા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક તથા પોલીસ અધિકારી હોવા છતાં પોતાના ફુરસદના સમયે માસૂમ ચકલીઓ માટે પોતાની જાતે જ તેમના મધુર આવજો ગુજતા રહે તેવું અદભૂત આયોજન કરવા સાથે કોરોના કાળમાં સરકાર એકલી મોટી મહામારી સમયે ઝઝુમી રહી છે. ત્યારે વર્સો સુધી જે સરકારે નિયમિત પગાર આપ્યો અને માન પાન આપ્યા તેમના ઋણ સ્વીકાર કરવાના ભાગરૂપે તેમના જ જેવા વિચાર ધરાવતા તેમના ધર્મ પત્ની સાથે પરામર્શ કરી ૫૧ હજાર મુખ્ય મંત્રી ફુંડમાં આપનાર ગોંડલ ડીવાયએસપી પ્રતિપાલસિહ ઝાલા ઉપસ્થિત રહેલ. 

 અત્રે યાદ રહે કે ઓછી જગ્યામાં ઘનઘોર જંગલ ઉછેર કરવા માત્ર જાપાનની મિયાવાકી પદ્ધતિ ઉત્તમ મોડેલ તરીકે વિશ્વમાં પ્રમાણિત બની છે.

(12:02 pm IST)