Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

પડધરી પાસે રંગપરના પાટીયે કારમાં આગ ભભૂકીઃ બે મિત્રો બચી ગયા

રાજકોટઃ પડધરી નજીક રંગપરના પાટીયા પાસે રવિવારે સાંજે રોયલ ટાઇલ્સ નામના કારખાના પાસે એક કારમાં આગ ભભૂકતાં લોકો ભેગા થઇ ગયા હતાં. સદ્દનસિબે કાર ચાલક સમયસર બહાર નીકળી ગયા હોઇ દૂર્ઘટના અટકી હતી. તસ્વીરમાં ભડકે બળતી કાર અને આગ બુઝાયા પછી કેવી હાલત થઇ ગઇ એ જોઇ શકાય છે. કોટેચા ચોક નજીક રહેતાં પ્રિતેશભાઇ મનહરભાઇ કક્કડ અને તેમના મિત્ર કામ સબબ પડધરી તરફ જતાં હતાં ફોર્ડ ફિએસ્ટામાં વાયરીંગ શોર્ટ સરકિટ થતાં અંદર ગંધ આવવા માંડતાં તુરત જ સમય સુચકતા વાપરી બંને નીચે ઉતરી ગયા હતાં. બોનેટ ખોલીને જોતાં જ ભડકો થતાં બંને દૂર ખસી ગયા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)

(12:00 pm IST)