Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

દ્વારકાના રૂપેણ બંદરે ગેરકાયદેસર બાંધકામ ઉપર તંત્રની ધોંસ

પાલિકા, પોલીસ અને મહેસુલી તંત્ર દ્વારા કાર્યવાહી શરૃઃ ત્રણ ટીમો બનાવાઇ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૭: દ્વારકાથી ત્રણ કિ.મી. દુર ઓખા દ્વારકા હાઇવે માર્ગ ઉપર આવેલા રૂપેણ બંદર ઉપરના ગેરકાયદેસર સરકારી જમીન અને પાલિકાની જમીનો ઉપર કરવામાં આવેલા કોમર્શીયલ બાંધકામોને હટાવવાની ઠોંસ કામગીરી શરૂ કરવામાં આવી છે. રૂપેણ બંદર ઉપર મસ મોટા બાંધકામને હટાવવાની પ્રક્રિયા શરૂ થતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલેકટર નરેન્દ્રકુમાર મીનાની સુચનાથી નાયબ કલેકટર નિહાર ભેટારીયા મામલતદાર કેશવાવાલા ચીફ ઓફીસર ચેતનએ જુદા જુદા વહીવટી તંત્રની ત્રણ ટીમો બનાવીને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોમર્શીયલ બાંધકામ ધરાવતા પ૦ જેટલા આસામીઓને ગેરકાયદેસર બાંધકામ અંગે નોટીસો ફટકારવામાં આવી છે.

(12:00 pm IST)