Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ઉપલેટાના ચીખલીયા ગામે ઉકરડા બાબતે દરબાર અને મુસ્‍લીમ જૂથો વચ્‍ચે બઘડાટી : ગોળીબાર

લાઇસન્‍સ વાળી રીવોલ્‍વર કોઇ ઉપાડી ગયું : કેટલાકને ઇજા : વાહનમાં પણ તોડફોડ : ગામમાં ચુસ્‍ત બંદોબસ્‍ત

(કૃષ્‍ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા તા. ૭ : અહીંથી ૮ કિ.મી દુર આવેલા ચીખલીયા ગામે ગઈ કાલે સવારે ૧૦-૦૦ વાગ્‍યા ના સુમારે ગામના પાદરમાં આવેલ કુલદીપર્સીહ દશરથર્સીહ જાડેજા (ઉ.વ. ૪૩) પોતાની વાડી પાસે રહેલ ઉકરડો લોડર થી ભરતો હતો ત્‍યારે કેટલાક મુસ્‍લીમ શખ્‍સોએ આવી ઉકરડો ન ભરવા બાબતે બોલાચાલી કરતા ઉગ્ર વાતાવરણ થતાં દરબાર જુથ અને મુસ્‍લિમ જુથનાએ પોત પોતાના સપોર્ટસને બોલાવતા મોટી બબાલ થયેલ હતી. ત્‍યારે રીવોલ્‍વરમાંથી ફાયરીંગ થયાની અને આ રીવોલ્‍વર કોઈ જુટવી ગયાની ફરીયાદ ઉપલેટા પોલીસમાં નોંધાયેલ છે. આ બનાવમાં બન્ને પક્ષના કેટલાક લોકો ધાયલ થયાનું અને ખાનગી હોસ્‍પીટલમાં દાખલ થયેલ છે.

આ અંગે ચીખલીયાના કુલદીપર્સીહ દશરથસિંહ જાડેજાએ પોતાની ફરીયાદમાં લખાવ્‍યા મુજબ તેઓ પોતાની વાડીએ વાડીની બાજુમાં રહેલ ઉકરડો લોડર થી ભરી રહયા હતા.

ત્‍યારે ચીખલીયાના જ અમીન મુસાભાઈ ઉર્ફે ભીખાભાઈ નારેજા એ આવી જણાવેલ કે આ ઉકરડો મારો છે. તેમ કહિ ત્‍યાં પોતાની સાથે (૨)કાદરભાઈ રણમલભાઈ નારેજા,(૩) હુસૈન ઈબ્રાહીમ કાતીયાર,(૪) મુસાભાઈ કાસમભાઈ નારેજા(૫) જાવીદ મુસા નારેજા(ત) હબીબ તૈયબ નારેજા(૭) વલી મામદતૈયબ નારેજા(૮) વસીમ હબીબભાઈ નારેજા(૯)તોહીબ વલીમામદ નારેજા(૧૦) રીઝવાન આમદ નારેજા વગેરે કુહાડી, ધારીયા, લાકડી, પાઈપ, સહિતના હથીયારો લઈને ધસી આવી ગાળો આપી ધમકાવતા હુમલો કરશે તેવું જણાતા ભાઈ રાજદીપર્સીહ ને ફોન કરતા તેઓ પોતાની મારૂતી સીયાઝ ગાડી લઈને કાકાના દીકરા કેતનર્સીહ મહીપતસિંહ જાડેજા, ભદ્રપાલસીંહ ભુપતસીંહ જાડેજા, રે. નાનીમારડ તથા મહિપાલસીંહ મહાવી૨ીંહ જાડેજા વગેરે આવી ગયેલ.

આ વખતે અમીન મુસા નારેજાએ માથામાં કુહાડીનો ધા મારી દીધેલ હતો અને લોહી લુહાણ હાલતમાં પડી ગયેલ. આ વખતે ત્‍યાં હાજર રાજદીપસંહ લાઈસન્‍સ વાળી રીવોલ્‍વર હોઈ તેમણે હવામાં ફાયરીંગ કરેલ આ જોઈ રાજદીપસિંહએ જાવીદા મુસા નારેજા તોહેબ વલીમામદ અને રીઝવાન આહમદે લોખંડના પાઈપ મારે જેથી મારા ભાઈના હાથમાંથી રીવોલ્‍વર પડી ગયેલ અને તે રીવોલ્‍વર કોઈ ઉઠાવી ગયેલ. આ બનાવમાં જે ગાડીમાં તેમના કાકાના દિકરા આવેલા તે મારૂતી સીયાઝમાં પણ લાકડી,કુહાડી, ધારીયા મારી નુકશાની કર્યાનું જાણવા મળેલ છે. આ બનાવની જાણ થતા ઉપલેટા પી.એસ.આઈ. કે.કે. જાડેજા પોતાની ટીમ સાથે બનાવના સ્‍થળે ધસી જઈ બંદોબસ્‍ત ગોઠવી દીધેલ હતો. આ ઉપરાંત રાજકોટ જીલ્લા પોલીસ વડાના ચાર્જમાં રહેલ ડી.વાઈ.એસ.પી. બાગમાર પણ ઉપલેટા આવેલા અને બનાવના સ્‍થળની મુલાકાત લઈ તપાસનીસ અધિકારીઓને માર્ગદર્શન આપેલ હતું.

(11:06 am IST)