Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

જૂનાગઢ-વિસાવદરમાં ૧૧.૮૬ કરોડના ખર્ચે નવા રસ્તાના કામો મંજૂર

જૂનાગઢ તા.૬ : જીલ્લા ભારતીય જનતા પાર્ટીની સફળ રજૂઆત બાદ રાજય સરકાર દ્વારા જૂનાગઢ જીલ્લાના વિસાવદર અને જૂનાગઢમાં ૧૧.૮૬ કરોડના ખર્ચે રસ્તાઓના કાર્યોને મંજૂરી અપાઇ છે.

જૂનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કિરીટભાઇ પટેલ તેમજ પાર્ટી પરીવારની સફળ રજૂઆતના પરિણામે ગુજરાત રાજય સરકારના માર્ગે અને મકાન વિભાગ દ્વારા જૂનાગઢ જીલ્લાના વિસાવદર જૂનાગઢ વિસ્તારમાં નોન પ્લાન રસ્તા હોય તેવા રૂ.૧૧.૮૬ કરોડના રસ્તાઓના કામો મંજુર કરી જોબ નંબર આપેલ છે.

વિસાવદરમાં ભૂતડી વિસાવદર રોડ ૩ કીમી માટીકામ, મેટલીંગ, ડામરરોડ, સીસી રોડ, નબળાકામ તથા દિવાલકામ રૂ. ૧૨૫ લાખ, ભટ્ટવાવડી લુંધીયા રોડ પ.૪૦ કીમી ૨૪૧ લાખ, ધાકડ ડમથી સરસઇ રોડ ૧ કીમી ૪૦ લાખ, લીલીયા જંબાળા રોડ ૨.૬૦ કીમી ૧૩૦ લાખ, બેલા બાદલપુર રોડ ર.૫૦ કીમી માટીકામ, મેટલકામ, ડામરકામ, મેજરબ્રીજ તથા પ્રો.વોલ ૩૮૦ લાખ, રાવણી ભૂતડી રોડ (જોઇનીંગ ટુ વિસાવદર બગસરા એસએલ) ૨.૬૦ કીમી માટીકામ, મેટલકામ,ડામર કામ, નાળાકામ, સીસીરોડ તથા દિવાલ કામ રૂ.૧૪૫ લાખ મંજુર કરેલ છે.

(11:05 am IST)