Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

સાવરકુંડલા - ૧ાાા, આટકોટ - ૧ાા, વાંકાનેર - ૧ા, ધારી, સાયલા- ૦ાાા, ચોટીલા, લખતર - ૦ાા ઇંચ

માત્ર અમરેલી, જૂનાગઢ, મોરબી, રાજકોટ, સુરેન્‍દ્રનગર જીલ્લામાં સાંજે વરસેલો વરસાદ : અનેક વિસ્‍તારોમાં વાવણીનું કાર્ય શરૂ

રાજકોટ,તા. ૭: ગઇ કાલે હવામાન પલટી ગયા બાદ રાજકોટ શહેરમાં ૫૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની સાથે સારો એવો વરસાદ તુટી પડયો હતો. જો કે અમરેલી, જૂનાગઢ, સુરેન્‍દ્રનગર અને રાજકોટ, મોરબી જીલ્લાના કેટલાક વિસ્‍તારોમાં પણ આ હવામાનનો અસર વર્તાયો હતો અને ત્‍યાં પણ હળવો  વરસાદ વરસી ગયો હતો.

જેમાં આજે સવારે ૮ વાગ્‍યા સુધીમાં નોંધાયા મુજબ ધારી-૧૬, બગસરા -૭, લીલીયા -૬, સાવરકુંડલા -૪૦, વંથલી -૨, મેંદરડી -૨, વાંકાનેર -૩૪, ચોટીલા -૧૪, ચુડા -૮, પાટડી -૯, થાન -૫, લખતર -૧૧, લીંબડી -૪, સાયલા -૧૭ અને વઢવાણમાં ૭ મી.મી. વરસાદ નોંધાવા પામ્‍યો છે. મળતા અહેવાલો નીચે મુજબ છે.

અમરેલીમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્‍યો

અમરેલી : અહીં ધોધમાર કમોસમી વરસાદ વરસ્‍યો છે રાત્રે વિજળીના કડાકા સાથે શરૂ થયા પછી ધોધમાર વરસાદ તૂટી પડ્‍યો હતો અમરેલી શહેર, સાવરકુંડલા પંથકમા જીરામા ધોધમાર વરસાદ શરૂ થયો અનરાધાર વરસાદથી અમરેલી- સાવરકુંડલા હાઈવે પર વાહનો થંભી ગયા હતા અમરેલી, સાવરકુંડલા ઉપરાંત લાઠીના ગ્રામ્‍ય વિસ્‍તારોમા પણ વરસાદ વરસ્‍યો હતો.

આટકોટમાં સાંજે દોઢ ઇંચ

આટકોટ :  આખો દિવસ ગરમી અને ઉકળાટ થી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા અને સાંજે છ વાગ્‍યે વાતાવરણ માં પલટો આવ્‍યો ધીમી ધારે વરસાદ સરુ થયો હતો જે એક કલાક ધીમે ધારે દોઢ ઈચ વરસાદ પડયો હતો. રસ્‍તા પર થી પાણી વહી ગયાં હતાં ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા જયારે આજુબાજુ વિસ્‍તારમાં વરસાદના માત્ર ઝાપટાં પડ્‍યા હતાં જયારે આટકોટમાં વાવણી લાયક વરસાદ પડ્‍યો હતો અમુક વિસ્‍તારમાં ઓછા વરસાદ પડ્‍યો હતો સારો વરસાદ પડ્‍યો હતો.

 

(11:03 am IST)