Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

હળવદમાં કોરોનાના નિયમો નેવે મૂકાયા

 હળવદ : ભાજપ સરકારના ૭ વર્ષ પુર્ણ થતા ભાજપના કાર્યકર્તાઓએ હળવદમાં રકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. આ કેમ્પમાં કોરોના સમાપ્ત થઇ ગયો હોય તેવુ લાગતુ હતુ. રકતદાન કેમ્પમાં પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઇ કવાડીયા, ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, પ્રકાશભાઇ સોની સહિતના નેતાઓ હાજર હોવા છતા પણ કોવીડ ગાઇડલાઇનના ધજાગરા ઉડયા હતા તેવી ફરીયાદો ઉઠી છે.(તસ્વીર-અહેવાલ : દીપક જાની,હળવદ)

(11:03 am IST)