Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

માળીયા હાટીના સરપંચ સહિત ૧૦૦ કાર્યકરોએ ભગવો પહેર્યો

માળીયાહાટીનાઃ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાવાનો સિલસિલા માળીયા હાટીનામાં શરૂ થયો છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સમયે અનેક કોંગી આગેવાનો ભાજપમાં જોડાયા હતા. બે દિવસ પહેલા પણ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ત્યાં તો આજે પણ ૧૦૦ જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા છે. સાંસદ રાજેશભાઈ ચુડાસમા,  લખમણભાઈ યાદવ, દિલીપભાઈ સિસોદિયા, હિતેશભાઈ જાવિયાં, દિલીપભાઈ, નાજાભાઈ, રાજેશભાઈ ભાલોદિયા, મુળુભાઇ જુંજીયા, પ્રવીણભાઈ કારીયા, વી.ડી. પટેલ સહિત તાલુકાભરના સેંકડો આગેવાનોની હાજરીમાં કોંગ્રેસના આગેવાન માળીયાના સરપંચ નટવરસિહ સિસોદિયા પટેલ સમાજનાં આગેવાન જીવનભાઈ અકોલા દલિત સમાજના આગેવાન વિજયભાઈ સોંદરવા સહિત૧૦૦ ટેકેદારો કોંગ્રેસેને રામ રામ કરી છેડો ફાડી ને ભાજપનો ભગવો ખેસ ધારણ કરેલ છે આમ કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે.(તસ્વીરઃ મહેશ કાનાબાર)

(10:16 am IST)