Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

પોરબંદરમાં ગટરના પાણીને શુદ્ધ કરીને ખેતી અને ઉદ્યોગોને આપવાની યોજના

પોરબંદર, તા. ૭ :. અહીં ગટરના ગંદા પાણીને શુદ્ધ કરીને આ પાણી ખેતી અને ઉદ્યોગને આપવામાં આવનાર છે. પાલિકા દ્વારા ગંદા પાણીને શુદ્ધ કરતા રીસાઈકલીંગ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બેસાડવાની કામગીરી ચાલી રહી છે.

પાણીના શુદ્ધીકરણનો પ્લાન્ટની મશીનરી ચેન્નાઈથી આવી છે. પ્રથમ ૫૦ કરોડ અને ત્યાર બાદ ૨૦ કરોડના ખર્ચે આ પ્લાન્ટ કાર્યરત કરશે. સંભવત જૂન ૨૦૨૦ સુધીમાં આ પ્લાન્ટ શરૂ થઈ જશે. શહેરની ગટરોના પાણીનો નિકાલ બોખીરા અને રતનપર કરાશે અને ગંદુ પાણી શુદ્ધીકરણ પ્લાન્ટમાં પહોંચાડીને પાણીનું શુદ્ધીકરણ કરવામાં આવશે. હાલ ગંદા પાણીનો નિકાલ ખાડીમાં થઈ રહેલ છે અને દુષિત પાણીથી પર્યાવરણને નુકસાન થઈ રહ્યુ છે.

(1:38 pm IST)