Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ચેરમેન-વાઇસ ચેરમેનની નાયબ મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સાથે મુલાકાત

બાબરા એપીએમસી યાર્ડની સિંગની હરરાજીની બાકી રહેલ સેસ બાબતે રજૂઆત

બાબરા, તા.૭: ગાંધીનગર ખાતે રાજયના એપીએમસી યાર્ડ ના ચેરમેન વાઇસ ચેરમેન ની ગાંધીનગર ખાતે રાજયના નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી રાજય સરકાર દ્વારા આગામી દિવસોમાં ખેડૂતો લક્ષી કામગીરી અને ખરીદી બાબતે બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં બાબરા યાર્ડના ચેરમેન જીવાજીભાઈ રાઠોડ વાઇસ ચેરમેન બીપીનભાઈ રાદડિયા યાર્ડના સેક્રેટરી અજયભાઈ પંડયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બાબરા યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન દ્વારા ગત વર્ષ કરાયેલ રાજય સરકાર દ્વારા સિંગની ખરીદીની સેસ બાકી હોય તો વહેલી તકે સરકાર સેસ મંજુર કરી આપે એમ રાજયના મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ અને કૃષિ મંત્રી આર.સી.ફળદુ સમક્ષ રજૂઆત કરી હતી. આ તકે બાબરા તાલુકાના વિવિધ પ્રશ્નો બાબતે રાજયના પાણી પુરવઠા મંત્રી કુવરજી ભાઈ બાવળીયા તેમજ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા જવાહરભાઈ ચાવડા ઈશ્વરભાઈ પટેલ સહિત મંત્રીઓને લાગતા-વળગતા પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી. તાલુકામાં પાણીની સમસ્યાને લઇને મંત્રી કુરજીભાઈ બાવળીયાને ધારદાર રજૂઆત કરી હતી. આ બાબતે કુવરજીભાઈ બાવળીયા સહમતિ સાથે જણાવ્યું કે પાણીની સમસ્યા માટે સરકાર કટિબધ્ધ છે. લોકોને અને ખેડૂતોને પાણી બાબતે સરકાર યોગ્ય માંગણી પૂરી કરશે એવી ખાતરી આપી હતી.

(1:37 pm IST)