Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

ચોટીલાની હોસ્પિ.માં ગુંદાની પ્રસૂતાનું બાળક સાથે મોત...

વઢવાણ, તા.૭: ચોટીલાના ગુંદા ગામે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની ૨૮ વર્ષીય પરિણીતા વસંતબેન સામતભાઇ મકવાણાને ડિલેવરી માટે ગુરૂવારના રોજ ચોટીલાના સાર્વજનીક દવાખાને લવાયા હતા. જયાં બપોર સુધી પ્રસવ ન થતા પરિવારજનોએ ડોકટરને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાની વાત કરી હતી. ત્યારબાદ ૩.૩૦ કલાકના અરસામાં તેઓને લેબર રૂમમાં લઇ જવાતા સારવાર દરમિયાન વસંતબેનનું બાળક સાથે મોત થતાં પરિવારે ડોકટરની બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે હોસ્પિટલના ડોકટર હરદાસભાઇ બેચરભાઇ સાવલીયાએ બામણબોર પોલીસ મથકે જાણ કરી હતી.જો કે, ર્ડાકટરના મોબાઇલ નંબર ૯૮૨૫૩ ૮૫૦૦૧ ઉપર સંપર્ક કરવા પ્રયત્ન કરવા છતાં વાત થઇ શકી ન હતી.

આ અંગે ચોટીલા હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીન્ટેન્ડન્ટ મેથલો કોનીયાકે જણાવ્યુ કે, ગુંદાની પરિણીતાને પ્રસવ પીડા ઉપડતા સારવાર માટે લવાઇ હતી. જેમાં પ્રસૂતી કરાવતા તેમનું મોત થયુ છે. હાલ પરિણીતાની લાશને ફોરેન્સીક પીએમ માટે મોકલાઇ છે.

(1:29 pm IST)