Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

કોંગ્રેસના મેન્ડેડ પર ચુંટાઇને ભાજપમાં ભળતા પ્રમુખ દ્વારા નોટીશ અપાઇ

ગારીયાધાર ન.પા. સદ્સ્ય ગોરસીયાને ખુલાસા નોટીશ આપતી કોંગ્રેસ

ગારીયાધાર તા ૭  :  ગારીયાધારમાં તાજેતરમાં જ કોંગ્રેસ છોડી ભાજપામાં ભળેલ ન.પા.ના સદ્સ્ય ભાવેશભાઇ ગોરસીયાને કોંગ્રેસ પ્રમુખ દ્વારા ખુલાસા નોટીસ આપવામાં આવી છે.

કોંગ્રેસના સંગઠન પ્રમુખ પરેશભાઇ સરવૈયા દ્વારા આપવામાં આવેલ નોટીસમાં કોંગ્રેસના મેન્ડેડ પર જીતીને પાર્ટી વિરૂધ્ધ જઇ ભાજપામાં જોડાયા જે બાબતે ખુલાસો માંગ્યો છે, તેમજ તેમને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ શા માટે ન કરવા બાબતે ખુલાસો માંગવામાં આવ્યો છે.

તેમજ કોર્ટ રાહે તેમનું સભ્ય પદ રદ કરવામાં આવશે તેમ જણાવાયું હતું.

આા નોટીસ આગામી દિવસોમાં ખુબ મહત્વનો ભાગ ભજવે તો ના ન કહી શકાય.

(10:46 am IST)