Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

વઢવાણના ખેરાળી ગામની યુવતિ ઉપર મકનસરના સસરા-જેઠ દ્વારા દુષ્કર્મનો પ્રયાસ : છાતી ઉપર બચકા ભર્યા

ગુપ્તાંગમાં લોહી નીકળતા હાલતમાં માતા-પિતા પુત્રીને સુરેન્દ્રનગર સારવાર માટે લઇ આવ્યા

વઢવાણ, તા. ૭ : વઢવાણ તાલુકાના ખેરાળી ગામે રહેતા પરિવારની પુત્રીને મોરબી તાલુકાના મકનસર ગામે સસરા જેઠા દ્વારા દુષ્કર્મ આચરવાના પ્રયાસ અંગે રજૂઆત સાથે વઢવાણ બી-ડીવીઝન પોલીસ મથકે અસ્તવ્યસ્થ હાલતમાં પુત્રી જયશ્રીબેને પિતા માતાની હાજરીમાં ફરીયાદ નોંધાવી છે.

હાલમાં ફરજ ઉપર રહેલા ડોકટર અને પોલીસ તંત્ર પરિવારને સાથે રાખી યુવતી ઉપર થયેલ દુષ્કર્મ અંગેની તપાસ કરી રહ્યા છે. યુવતી છાતી ઉપર પણ બચકા ભરી હેવાનિયત કરી હોવાનું યુવતીના માતા પિતાએ જણાવ્યું.

ખેરાળી ગામના રહેવાસી સિકયુરીટી ગવાર્ડમાં સર્વિસ કરતા અને પુત્રી જયશ્રી ઉપર અત્યાચાર થયો હોવાની હાલ વિગતો જણાવતા નાગજીભાઇ રૈયાભાઇ રાઠોડની પુત્રને મોરબી ગામે આવેલા મકનસર ગામે મનિષ સાથે પરણાવેલ હતી.

ત્યારે પુત્રીને અવાર નવાર અત્યાચાર કરી અને મારઝુડ કરી દહેજ માટેની માંગણી પણ કરતા હોવાનું હાલ જણાવી રહ્યા છે ત્યારે જયશ્રીના કાકા સસરા-જેઠ અને સસરા ભેગા મળી અને અનવારનવાર યુવતી પાસે અઘટીત માંગણી પણ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

ત્યારે યુવતી જયશ્રી ઉપર ગઇકાલે મોડી રાત્રીના મારમારી અને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. યુવતી હાલ ઘાયલ અવસ્થામાં સારવાર હેઠળ રહેલી છે. યુવતીએ પોતાના નિવેદનમાં દુષ્કર્મ અને ઘાયલ કરી હોવાનું જણાવી રહી છે. બંદુક રાખી દુષ્કર્મ આચયું હોવાનું યુવતી જણાવેલ છે ફરીયાદ નોંધાઇ છે.

(1:13 pm IST)