Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

મારામારીના ગુન્હામાં સંડોવાયેલ નરેશ ધાંધલની સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ધરપકડ

વઢવાણ તા. ૭ : સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપકકુમાર મેઘાણીની સુચનાથી લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના હે.કો. પરાક્રમસિંહ, સહદેવસિંહ, દીપસિંહ, મનીષભાઈ કમાન્ડો, ડ્રાઇવર જગમાલભાઈ, સહિતના માણસોની પોલીસ ટીમ દ્વારા આરોપી નરેશભાઈ દિનુભાઈ ધાંધલ ઉવ. ૨૦ રહે. ઝાલાવાડ પોર્ટરી સામે, મફતિયું પરૃં, થાનગઢ જી. સુરેન્દ્રનગરની થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે બનેલ એટરોસિટીના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ હતી.

પકડાયેલ આરોપી નરેશ દિનુભાઈ ધાંધલ ભૂતકાળમાં મારામારીના બે ગુન્હામાં પકડાયેલ છે. નરેશ દિનુભાઈ ધાંધલ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે વિદેશી દારૂના ગુન્હામાં વોન્ટેડ હોવાની પણ વિગતો ખુલવા પામેલ છે. જાન્યુ. મહિનામાં તા. ૬.૦૧.૨૦૧૮ ના રોજ ચોટીલા ટાઉનમાં પોપટપરા ખાતે રહેતા આરોપી ચેતન દિનેશભાઇ સાપરા કોળીના રહેણાક મકાને ચોટીલા પોલીસ દ્વારા રેઇડ કરી, આરોપી ચેતન કોળીને વિદેશી દારૂની બોટલ નંગ ૯૬ સહિત રૂ. ૪૨,૦૦૦નો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ. જેની પૂછપરછમાં આ વિદેશી દારૂ થાનગઢના હાલમાં પકડાયેલ આરોપી નરેશ દિનુભાઈ ધાંધલ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત આ વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ આરોપી ચેતન કોળીએ કરેલ હતી, ત્યારથી આરોપી નરેશ દિનુભાઈ ધાંધલ વોન્ટેડ નાસતો ફરતો હતો. જેને થાનગઢના ગુન્હામાં પકડવામાં આવતા, ચોટીલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.ચંદ્રકાન્ત માઢક, સી.એચ.રાંકજા તથા સ્ટાફના હે.કો. ઘનશ્યામભાઈ, હરદેવસિંહ, ઈશ્વરભાઈ, વસંતભાઈ, સરદારસિંહ, સહિતની ટીમ દ્વારા આરોપીને ચોટીલા ખાતેના વિદેશી દારૂના ગુન્હામાં ધરપકડ કરવા માટે તેનો કબ્જો મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલ અને ટ્રાન્સફર વોરંતથી કબ્જો મેળવી, ધરપકડ કરવામાં આવેલ છે.(૨૧.૨૩)

(1:07 pm IST)