Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

શિક્ષિણ જીજ્ઞાબહેન કે ઠકરારની બાળફિલ્મ નેશનલ લેવલે પસંદગી પામી : પ્રદર્શિત કરાશે

ખાંભા તાલુકા (જિ.અમરેલી)ની કોટડા પ્રાથમિક શાળાનું ગૌરવ

ખાંભા તા. ૭ : તાજેતરમાં જ કોટડા પ્રાથમીક શાળાના શિક્ષીકા જીજ્ઞાબહેન કૃષ્ણકાંતભાઇ ઠકરારની શૈક્ષણીક બાળફિલ્મ મૈ ભી આપ હી લોગો મે સે એક  હું નેશનલ લેવલે દિલ્હીની જયુરી કમિટી દ્વારા પસંદગી પામી ભારતભરમાંથી આવેલી શૈક્ષણિક બાળફિલ્મોમાંથી દિલ્હીની કમીટી દ્વારા ચુનીંદા ફિલ્મોને નેશનલ સેમિનારમાં પ્રદર્શિત કરવા માટે પસંદ કરવામાં આવી ઉકત ફિલ્મમાં જીજ્ઞાબહેન ઠકરારની બાળફિલ્મી પણ સ્થાન પામી એનસીઇઆરટી દિલ્હી તથા સીઆઇઇટી અને આરઆઇઇ ના ઉપક્રમે યોજાયલ નેશનલ બાળફિલ્મ મહોત્સવ એઆઇસીઇએવીએફમાં ભોપાલ (મધ્યપ્રદેશ) મુકામે તેમને હાજર રહેવાનું આમંત્રણ મળતા તેઓ ભોપાલ મુકામે હાજર રહી જીજ્ઞાબહેનને એનસીઇઆરટી સીઆઇઇટી, આરઆઇ ઇ તથા દેશભરના શિક્ષણવિદે સમક્ષ પોતાની બાળફિલ્મ પ્રદર્શિત કરવાનો મોકો મળ્યો દિવ્યાંગ બાળકોના શિક્ષણમાં સમાવેશન ની થીમ સાથેની તેમની બાળફિલ્મ ભોપાલમાં ખુબ સરાહના પામી છ.ે

(1:01 pm IST)