Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ભાજપ મુસ્લીમ વિરોધી પક્ષ નથી ! દિનુભાઇ સોલંકી

કોડીનાર : મજૂર કમીટી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીએ મુસ્લીમોને ખાસ સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ મુસ્લીમ વિરોધી પક્ષ નથી. ભાજપે સરકાર હિન્દુ-મુસ્લીમ વચ્ચે કયારેય ભેદભાવ રાખી કામો કરતી નથી. કોડીનાર પાલીકામાં ર૮ માંથી ર૦ સભ્યો હિન્દુ હોવા છતાં ભાજપ મોવડી મંડળે મુસ્લીમના હાથમાં પાલીકાનું સુકાન સોંપ્યું છે તે સાબીત કરે છે કે ભાજપ કયારેય ભેદભાવમાં માનનાર પક્ષ નથી. ગઇ ટર્મમાં પણ ભાજપે મુસ્લીમ મહિલાને પ્રમુખપદ આપ્યુ હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે કોંગ્રેસની વધુ મુસ્લીમોને ટીકીટ ફાળવી હતી. જેમાં ભાજપના ૯ માંથી ૮ મુસ્લીમ સભ્યો ચૂંટાયા હતાં. જયારે કોંગ્રેસના તમામ ૮ મુસ્લીમ ઉમેદવારોનો કારમો પરાજય થયો હતો.

(11:47 am IST)