Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

લોકવિજ્ઞાન કેન્દ્ર (પ્રભાસ પાટણ) દ્વારા વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન થયુ

પ્રકાશનના પરિવર્તનની વિસ્મયકારક ઘટનાની ઉજવણી

પ્રભાસ પાટણ તા. ૭ :.. ભારતના નોબેલ પારીતોષિક શ્રી ડો. વી. સી. રામન ઇ. સી. ૧૯ર૮ માં તા. ર૮ ફેબ્રુઆરીનાં દિવસે પ્રકાશના પરીવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી વિજ્ઞાન જગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડયો કે સમગ્ર એશીયામાં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પારીતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયો. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતા ર૮ મી ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

જેના અનુસંધાને ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપીત શ્રી ધર્મભકિત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર પ્રભાસ પાટણ દ્વારા તાજેતરમાં ખીરધાર પે સેન્ટર શાળા, ધ્રામણવા પ્રા. શાળા મુકામે ખાસ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં ૧પ૦ કૃતિ રજૂ કરવામાં આવેલ. જેનું ઉદઘાટન સ્વામી ધર્મ કિશોરદાસજીનાં હસ્તે કરવામાં આવેલ.

તેમજ બી. આર. સી. ભવન તાલાલા ખાતે તાલુકા કક્ષાનાં વિજ્ઞાન મેળાનંુ આયોજન કરવામાં આવેલ જેમાં ૪ર કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી તથા શ્રી સ્વામી નારાયણ ગુરૂકુળ દ્રોણ, બાબરીયાનેશ પ્રા. શાળા, થોરડી પ્રા. શાળા, પ્રા. શાળા ખાંભામાં સાયન્સ મેજીક, પુસ્તકનું પ્રદર્શન ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સાયન્સ ટોપ વગેરે પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં રમેશભાઇ રામ બી. આર. સી. કો. ઓર્ડીનેટર તાલાલા, પરબતભાઇ ચાડેરા (તાલુકા પ્રા. શિ. સંઘ પ્રમુખ), ભાવેશભાઇ આચાર્ય કન્યા શાળા -તાલાલ), વિજયભાઇ કોટડીયા (નિર્ણાયક), તેજસ મહેતા  (સંકલન કર્તા), ભાવેશભાઇ મહેતા (પ્રોગ્રામર)નાં સહયોગ મળેલ હતો. જેનો શ્રી ધર્મભકિત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથનાં ચેરમેન શાસ્ત્રી સ્વામી ભકિત પ્રકાશદાસજી તથા કો. ઓર્ડીનેટર નરેશભાઇ એન. ગુંદરણીયા (સોમનાથ) દ્વારા આભાર વ્યકત કરવામાં આવેલ.   (તસ્વીર : દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:43 am IST)