Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

અમરેલી જી.માં ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા પૂર જોશમાં ચાલે છે

અમરેલી, તા.૭:          રાજય સરકાર દ્વારા અગાઉ અમરેલી જિલ્લામાં તા.૨૦ જાન્યુઆરી-૨૦૧૮ સુધી ૨૩,૧૫૬ ખેડૂતોની ૪.૮૯ લાખ કિવન્ટલ મગફળી કુલ રૂ.૨૦૩.૨૭ કરોડની મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવેલ હતી. ત્યારબાદ ખરીદી હવે નવેસરથી બાકી રહેતા ખેડૂતોની રહી ગયેલ ૩,૨૦૫ ખેડૂતોની ૮ તાલુકાના ૯ ખરીદકેન્દ્રો પર તા.૫ થી તા.૯ માર્ચ-૨૦૧૮ સુધીમાં ખરીદી ચાલુ કરવામાં આવેલ છે. જેમાં જે ખેડૂતે અગાઉ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ હોય અને ખરીદીમાં બાકી રહી ગયેલ હોય તેમને રાજયકક્ષાની ખરીદ એજન્સી દ્વારા એસએમએસ દ્વારા જાણ કરી નિયત તારીખે બોલાવવામાં આવે છે. તા.૫ માર્ચ-૨૦૧૮ થી આજ દિન સુધી ૩૬ ખેડૂતોની ૭૩૩.૨૫ કિવન્ટલ અને કુલ રૂ.૩૨.૯૯ લાખની મગફળી ખરીદી કરવામાં આવેલ છે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કે.કે. પટેલની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(11:41 am IST)