Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

મોરબીના કાલિકા પ્લોટમાં બે જૂથ વચ્ચે ભરબપોરે સામસામો પથ્થરમારો : ઓફીસના કાચ ફૂટ્યા:ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

સ્કૂટર પાર્કિંગ જેવી નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો બીચકયો

 

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આજે બપોરના સુમારે બે જૂથ વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયા બાદ સામસામો પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પથ્થરમારાની ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

કાલિકા પ્લોટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બનાવને પગલે બંને જુથે અગાસી પરથી છુટા પથ્થરના ઘા ઝીંક્યા હતા સામસામી થયેલ પથ્થરમારાની ઘટનામાં વિસ્તારની એક ઓફીસના કાચ ફૂટ્યા હતા ઘટનાની જાણ થતા મોરબી એલસીબી, એસઓજી ટીમ દોડી ગઈ હતી અને વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે

આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સ્કૂટર પાર્કિંગ મામલે બોલાચાલી બાદ મામલો બીચકયો હતો અને સામસામી પથ્થરમારાનો બનાવ બન્યો હતો જોકે હાલ પોલીસે સ્થળ પર બંદોબસ્ત ગોઠવતા પરિસ્થિતિ કાબુમાં હોવાનું જાણવા મળ્યું છે

(10:13 pm IST)